MPના રાજ્યપાલનું નિધન / લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન, તબિયત બગડતા 40 દિવસથી લખનઉની હોસ્પિટલમાં દાખલ હતા


MPના રાજ્યપાલનું નિધન / લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન, તબિયત બગડતા 40 દિવસથી લખનઉની હોસ્પિટલમાં દાખલ હતા

લખનઉ. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું મંગળવારે સવારે 5.30 વાગે નિધન થયું છે. ટંડનને 11 જૂનથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તાવ આવતો હોવાના કારણે લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજે હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં તેમની સ્થિતિ ક્રિટિકલ જણાવવામાં આવી હતી. આજે સાંજે 4.30 વાગે તેમના લખનઉમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

યોગી આદિત્યનાથ લાલજી ટંડનની ખબર જોવા હોસ્પિટલ ગયા હતા

દિકરા આશુતોષે ટ્વિટ કરી નિધનની માહિતી આપી

ટંડનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. લિવરમાં તકલીફ હોવાની કારણે 14 જૂને ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ટંડનની હાલતમાં સુધારો થતો ન હોવાથી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો અતિરિક્ત કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

તેમને કાયદાની સારી સમજ હતી: મોદી
મોદીએ ટ્વિટ કરી, લાલજી ટંડને સમાજ માટે કરેલા કામો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નીભાવી છે. તેઓ એક કુશળ પ્રશાસક હતા. કાયદાકીય મામલે તેમને ઉંડી સમજ હતી. અટલ બિહારી વાજપેયી સાથે તેઓ ઘણાં સમય સુધી જોડાયેલા રહ્યા હતા. દુખના આ સમયે હું તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરું છું.

 

12 વર્ષની ઉંમરે સંઘ સાથે જોડાયા હતા
ટંડન 12 વર્ષની ઉંમરથી જ સંઘની શાખાઓમાં જતા હતા. સંઘ સાથે જોડાયેલા હોવાના કારણે જ તેમની મુલાકાત અટલ બિહારી વાજયેપી સાથે થઈ હતી. ત્યારપછી જ્યારે અટલજીએ લખનઉની સીટ છોડી ત્યારે તે વારસાગત લાલજી ટંડનને આપવામાં આવી હતી. 2009માં ટંડને લોકસભા ચૂંટણી જીતી અને લખનઉના સાંસદ બન્યા.

1960થી શરૂ થઈ લાલજી ટંડનની રાજકીય સફર
ટંડનની રાજકીય સફર 1960થી શરૂ થઈ હતી. તેઓ 2 વાર કાઉન્સિલર અને બે વાર વિધાનસભા પરિષદના સભ્ય રહ્યા હતા. ત્યારપછી સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા. તેઓ કલ્યાણ સિંહ સરકારમાં મંત્રી પણ રહ્યા. તે સાથે જ યુપી વિધાનસભામામાં વિરોધપક્ષના નેતા પણ રહ્યા હતા.

No votes yet.
Please wait...