સોમનાથમાં હાર્દિકના આગમન વખતે સોશિયલ ડિસ્ટન્સના લીરા


વેરાવળ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિયુક્તિ થયા બાદ આજે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા વેરાવળ પહોંચ્યા હતા. તેમણે પહેલાં સોમનાથ મહાદેવની પૂજા સાથે ધ્વજા ચઢાવી હતી. આ તકે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાઈકમાન્ડ દ્વારા જ્યારે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે ત્યારે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા સૌરાષ્ટ્રમાં સંગઠનને ચેતનવંતુ બનાવવા સોમનાથ મહાદેવનાં આશીર્વાદ સાથે પ્રવાસના શ્રીગણેશ કર્યા છે. યોગાનુયોગે આજે હાર્દિક પટેલનો જન્મદિવસ પણ હતો. આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂતાઈ સાથે ભાજપ સામે મોરચો માંડી પ્રજાલક્ષી કર્યો કરશે. એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોંગી કાર્યકરો ટોળાંમાં મોબાઇલ સાથે પરિસરમાં ઘૂસ્યા
સોમનાથ મંદિર ખાતે કોરોના મહામારીને લઈ દર્શનાર્થીઓ માટેના કડક નિયમો લાગુ છે. પરંતુ હાર્દિક પટેલના સોમનાથ આગમન વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. તેમની સાથેના કોંગી કાર્યકરો મોબાઈલ અને કેમેરા સાથે બિન્દાસ્ત મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. જેઓને સુરક્ષા વિભાગે પણ અટકાવ્યા નહોતા.

No votes yet.
Please wait...