પ્રગતિશીલ ખેડૂતે 15 વિઘામાં ડ્રેગન ફ્રુટના 4 હજાર પ્લાન્ટ લગાવ્યા


અમરેલી. જિલ્લામા આમ તો મોટાભાગે ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, ચણા વિગેરે જેવા પાકોનુ વાવેતર કરે છે. જો કે ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઇ સભાયાએ અલગ પ્રકારની જ ખેતી કરી સારૂ એવુ ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. તેઓએ પોતાની સુજબુજથી 15 વિઘા જમીનમા ચાર હજાર જેટલા ડ્રેગન ફ્રુટના પ્લાન્ટ લગાવ્યા હતા. તેઓએ સતત બે વર્ષ સુધી આ પ્લાન્ટના ઉછેર માટે તનતોડ મહેનત કરી જેને પરિણામે તેમની મહેનત ફળી હતી અને સારૂ એવુ ઉત્પાદન આવતા આ પાકમાથી તેમણે અંદાજીત એકાદ કરોડની આવક મેળવી હતી. જો કે અમરેલી જિલ્લામા આ પ્રકારની અલગ ખેતી કોઇ ખેડૂત કરતા ન હોય જેથી અશ્વિનભાઇની આ ખેતી જોવા માટે આસપાસના વિસ્તારોમાથી અન્ય ખેડૂતો પણ અહી જોવા માટે ઉમટી પડે છે. અહી ડ્રેગન ફ્રુટની ખરીદી માટે આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતુ કે આ ફ્રુટ સ્વાસ્થ્ય માટે સારા હોય છે. અને તેમાય જો આ પ્રકારના સંપુર્ણ ઓર્ગેનિક હોય તો સોનામા સુગંધ ભળી જાય.

બે વર્ષ સુધી ઉત્પાદન નથી મળતું
પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઇ સભાયાએ જણાવ્યું હતુ કે ડ્રેગન ફ્રુટની ખેતી થોડી ખર્ચાળ છે. બે વર્ષ સુધી કોઇ ઉત્પાદન આવતુ નથી. ખેડૂતોએ તેની પુરી માવજત અને ધીરજ રાખવી પડે છે. જો કે બાદમા જરૂર ફાયદો થાય છે. – અશ્વિનભાઇ, પ્રગતિશીલ ખેડૂત

No votes yet.
Please wait...