પાયલટ કોર્ટમાં, ગેહલોત હોટેલમાં;ધારાસભ્યો અંગે આજે નિર્ણય, સ્વદેશી વેક્સીન પર ટ્રાયલ શરૂ


પાયલટ કોર્ટમાં, ગેહલોત હોટેલમાં;ધારાસભ્યો અંગે આજે નિર્ણય, સ્વદેશી વેક્સીન પર ટ્રાયલ શરૂ

દેશ કોરોના સામે લડી રહ્યો છે, અશોક ગેહલોત સચિન પાયલટ સામે. રાજસ્થાનનો રણ સંગ્રામ 11માં દિવસે પણ યથાવત છે. પાયલટ છાવણીના 19 બળવાખોર તેમનું ધારાસભ્ય તરીકેનું પદ બચાવવા કોર્ટનો આશ્રરો લીધો છે. મુખ્યમંત્રી ગેહલોત સરકાર બચાવવા માટે હોટેલમાં છે. સિસ્ટમે સરકાર પાડવાનું ષડયંત્ર રચનારને નોટિસ મોકલી છે. આ અંગે કેટલીક વાતો ગઈકાલે થઈ. હવે આજની વાત કરીએ.
હવે એ જોઈએ કે ગઈકાલે શું-શું થયું?

સરકારમાં-ગેહલોત
મુખ્યમંત્રી ગેહલોત હોટેલની બહાર નિકળ્યા અને કહ્યું- અમે જાણતા હતા કે પાયલટ નકામા છે, કંઈ પણ કામ નથી કરી રહ્યા. બસ લોકોને લડાવી રહ્યા છે. અમે માન-સન્માનમાં કોઈ ઉણપ આવવા દીધી ન હતી, પણ તેઓ ખૂબ જ ખરાબ રમત રમ્યા. ભાજપને ખુશ કરવા માટે ષડયંત્ર રચ્યું. હરીશ સાલ્વે તેમનો કેસ લડી રહ્યા છે, આટલા પૈસા ક્યાંથી આવે છે? દેશમાં ગુંડાગીરી ચાલી રહી છે. ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.
હવે વાત કોંગ્રેસના ધારાસભ્ય અને ગેહલોતના વફાદાર ગિર્રાજ મલિંગાની. તેઓ શ્રીલંકાના ઝડપી બોલર મલિંગા નથી. પણ તેમને ખરીદવા  માટે IPL જેવી બોલી ચોક્કસપણે બોલાઈ છે. મલિંગાએ આરોપ લગાવ્યો છે કે પાયલટે કોંગ્રેસ પાર્ટી છોડવા માટ 35 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આ અંગેની માહિતી મે મુખ્યમંત્રીને આપી હતી. હું ભગવાનની સોગંદ પણ લઈ શકું છું.

કોર્ટમાં-સિંઘવી
કોર્ટમાં ટીમ પાયલોટની અરજી  પર સુનાવણી થઈ રહી છે. વિપક્ષની ટીમ એટલે કે વિધાનસભા સ્પીકર સીપી જોશી, તેમના તરફથી કોર્ટમાં કોંગ્રેસના બેટ્સમેન અભિષેક મનુ સિંઘવીએ બેટિંગ કરી. તેમણે કેટલીક દલીલ રજૂ કરી-
1.પાયલટ ગુટની અરજી પ્રી-મેચ્યોર છે.
2.સ્પીકરે અત્યાર સુધી ફક્ત નોટિસ આપી છે, ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યા નથી
3.સ્પીકરનો આદેશ ફક્ત લિમિટેડ ગ્રાઉન્ડ પર જ ચેલેન્જ કરી શકાય છે.
4. પાર્ટી વિરોધી પ્રવૃત્તિ રાજકીય પાપ અને કાયદાની દ્રષ્ટિએ પણ ખોટી
સિસ્ટમમાં SOG
અહી વાત SOGની કરીએ. જેના નામ પર રાજસ્થાનમાં રાજકારણ શરુ થયુ હતું. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગને લગતા વાઈરલ ઓડિયોમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને નોટિસ મોકલી હતી. તેને શેખાવતના સચિવે રિસીવ કરી. શેખાવત પણ એ વાતને માની ગયા છે કે SOGમાં દમ છે. તેમણે કહ્યું- મને નિવેદન અને વોઈસ સેમ્પલ આપવા કહેવામાં આવ્યુ છે.

 આજે શું-શું થઈ શકે છે?
બળવાખોર ધારાસભ્યો પાસે આજે જવાબ આપવાનો અંતિમ દિવસ છે.19 જેટલા બળવાખોર ધારાસભ્ય ગુરુગ્રામમાં છે. તેમણે બળવો શાં માટે કર્યો તે અંગે જવાબ આપવાનો અંતિમ દિવસ છે. જો તેઓ જવાબ નહીં આપે તો વિધાનસભા સ્પીકર તેમની પાસેથી ધારાસભ્ય પદ છીનવી શકે છે. તેઓ આ પગલું અગાઉ જ ભરવાના હતા, પણ કોર્ટનો આદેશ વચ્ચે આવ્યો. બાદમાં હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આદેશ આવ્યો કે બળવો કરનારા ધારાસભ્યોને જવાબ આપવા સમય મળવો જોઈએ. આ માટેની સમય મર્યાદા 21 જુલાઈ સાંજના 5:30  વાગ્યા સુધી આપવામાં આવી.
 ફ્લોર ટેસ્ટની તૈયારી-
ગેહલોત વિધાનસભામાં ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહ્યા છે. અહીં તેઓ ફ્લોર ટેસ્ટ મારફતે બહુમતી સાબિત કરી શકે છે. પણ, આ અગાઉ પાંચ દિવસ સુધી બેટિંગ કરી શકે છે, એટલે કે ગૃહની કાર્યવાહી 5 દિવસ ચાલી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે ગેહલોત ફ્લોર ટેસ્ટ અંગે આજે ચુકાદો લઈ શકે છે અને બુધવારે સત્ર શરૂ થઈ શકે છે. જો ગેહલોત બહુમતી સાબિત કરવામાં સફળ રહેશે તો વિપક્ષ 6 મહિના સુધી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકશે નહીં.

રેલવેનો ચાર્ટ તૈયાર, પ્રાઈવેટ ટ્રેનોમાં મુસાફરી કરી શકાશે
ભારતીય રેલવે, કોર્પોરેટ રેલવે બનવાના ટ્રેક પર આગળ વધી રહી છે. આ માટે તેણે એક રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. આ રૂપરેખા પ્રમાણે વર્ષ 2023માં પ્રાઈવેટ ટ્રેનનો પ્રથમ સેટ આવશે. તેમા 12 ટ્રેન હશે. 151 ટ્રેનને 2027 સુધી રજુ કરવામાં આવશે. પ્રાઈવેટ ટ્રેન 109 જોડી રુટ પર ચલાવવામાં આવશે. આ ટ્રેનોને ચલાવવા માટે ખાનગી કંપનીઓ તરફથી શરૂઆતમાં આશરે 30 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
સ્વદેશી વેક્સીનનું હુમન ટ્રાયલ શરૂ
દેશમાં કોરોનાની ઝડપ બુલેટ ટ્રેનથી પણ વધુ થઈ ગઈ છે. દરમિયાન એઈમ્સ, દિલ્હીમાં સોમવારે દેશની પ્રથમ સ્વદેશી વેક્સીનનો હુમન ટ્રાયલ શરૂ થયો. એઈમ્સ દિલ્હી દેશની એ 14 અગ્રણી સંસ્થા પૈકી એક છે કે જે ICMRએ પ્રથમ અને બીજા તબક્કાના પરિક્ષણની મંજૂરી આપી હતી. આ તબક્કામાં વેક્સીનનો ટ્રાયલવ 375 વોલેન્ટીયર્સ પર થશે. ટ્રાયલમાં 18થી 55 વર્ષ વચ્ચેના લોકોનો સમાવેશ થશે. કોરોના ન થયો હોય તેવી વ્યક્તિઓને પસંદ કરવામાં આવશે.

રાહુલના મતે મોદી ફેક
રાહુલ ગાંધીની નજર પાર્ટીના પાયલટ પર નહીં પણ PM મોદી પર છે. તેમણે ટ્વિટર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા. પોતાનો અભિપ્રાય રજૂ કરતા તેમણે કહ્યું-PMએ સત્તામાં આવવા માટે પોતાની ફેક મજબૂત છબિ બનાવી છે, જે તેમની સૌથી મોટી શક્તિ છે. પણ હવે ભારત માટે આ બાબત સૌથી મોટી કમજોરી બની ગઈ છે. રાહુલે એક વીડિયો પણ શેર કર્યો. તેમા તેમણે ચીનની દરમિયાનગીરીને ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યું- ચીન આજે આપણા ઘરમાં આવીને બેઠુ છે.

સરકારે કહેવાની જરૂર નથી કે વિકાસ દુબે કોણ છે, કોર્ટ તે જાણે છે
વિકાસ દુબેનું એન્કાઉન્ટર કેવી રીતે થયું તે અંગે સૌ કોઈ વાકેફ છે. પણ હવે તેને લઈ સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેની ખંડપીઠે UP સરકારના વકીલોની દલીલ સાંભળી. પછી કહ્યું- તમારે અમને કહેવાની જરૂર નથી કે વિકાસ દુબે કોણ હતો?હૈદરાબાદ એન્કાઉન્ટર અને વિકાસ દુબે કેસ વચ્ચે મોટુ અંતર છે. તે એક મહિલા સાથે બળાત્કાર અને હત્યાનો કેસ હતો અને દુબે પોલીસ કર્મચારીઓનો હત્યારો હતો. રાજ્ય સરકારનું કામ કાયદાનું શાસન જાળવવાનું છે. કોર્ટે કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ અને નિવૃત્ત પોલીસ અધિકારીનો સમાવેશ કરવાનો આદેશ આપ્યો છે.
મેસીનો રેકોર્ડ
બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસીએ એક મોટો ગોલ કર્યો છે. તેમણે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં 67 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. મેસીએ સૌથી વધારે 7મી વખત સ્પેનના પિચિચિ એવોર્ડ પોતાના નામે કર્યો. આ સન્માન લે લિગાની એક સિરીઝમાં સૌથી વધારે લોગ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. મેસીએ આ સિરીઝમાં 33 મેચમાં 25 ગોલ કર્યા છે. બીજા નંબર પર રિયલ મેડ્રિડના કરીમ બેન્જિમાએ 21 ગોલ કર્યા હતા.

જાણો આજનો દિવસ કેવો રહેશે?
21 જુલાઈ, મંગળવારે પુષ્પ નક્ષત્ર હોવાથી વર્ધામાન નામનો શુભ યોગ બને છે. તેના પ્રભાવથી વૃષભ, કર્ક, ધન, મકર, કુંભ અને મીન રાશિવાળા લોકોને ધનનો લાભ થાય. આ 6 રાશિવાળા લોકો લેવડ-દેવડ, બિઝનેસ અને નોકરીમાં ફાયદો થતો જોઈ શકે છે. વિચારેલા કાર્યો પૂરા થશે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિવાળા લોકોને સમગ્ર દિવસ એકંદરે સાવચેતી રાખવી પડશે.

No votes yet.
Please wait...