યુપી સરકારથી અમે કંટાળી ગયા છીએઃ ત્યાં જંગલરાજ જેવી સ્થિતિઃ સુપ્રિમ કોર્ટ


બુલંદશહેરના એક મંદિર મામલે કોર્ટની આકરી ટિપ્પણી

નવી દિલ્હી, તા. ૧૮ :. સુપ્રીમ કોર્ટે ગઈકાલે કહ્યું અમે ઉત્તર પ્રદેશ સરકારથી તંગ આવી ગયા છીએ. એવું લાગે છે કે યુપીમાં જંગલરાજ છે. એવું કેમ થાય છે કે મોટાભાગના કનિદૈ લાકિઅ કેસોમાં યુપી સરકાર તરફથી પેરવી કરતા વકીલોની પાસે સંબંધીત ઓથોરીટીનો કોઈ યોગ્ય આદેશ નથી હોતો. બુલંદ શહેરના સેંકડો વર્ષ જૂના એક મંદિર કનિદૈ લાકિઅ સાથે સંકળાયેલા અકિલા વહીવટના કેસની સુનાવણી દરમ્યાન પીઠે આ ટીકા કરી હતી. જસ્ટીસ એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી બેંચે યુપી સરકાર તરફથી રજૂ થયેલ કનિદૈ લાકિઅ એડિશ્નલ એડવોકેટ જનરલને પૂછયું કે યુપીમાં કોઈ ટ્રસ્ટ અથવા સહાયતાર્થ ટ્રસ્ટ અકીલા એકટ છે ? શું ત્યાં મંદિર અને તેની સહાયતા માટે આવતા દાન કનિદૈ લાકિઅ અંગે કોઈ કાયદો છે ? યુપી સરકારના વકિલે કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. આનાથી નારાજ થઈને બેંચે કહ્યું, ‘એવું લાગે છે કે રાજય સરકાર કનિદૈ લાકિઅ ઈચ્છતી જ નથી કે ત્યાં કાયદો હોય. એવું લાગે છે કે ત્યાં જંગલરાજ ચાલે છે. અમે યુપી સરકારથી પરેશાન છીએ. રોજ એવું જોવા મળે છે કે સરકાર તરફથી કનિદૈ લાકિઅ આવેલ વકીલો પાસે કોઈ માહિતી જ નથી હોતી પછી કે દિવાની હોય કે ક્રિમીનલ. આવું શું કામ થઈ રહ્યુ છે ? હવે મુખ્ય સચિવ આવીને જણાવે કે ત્યાં કાયદો કનિદૈ લાકિઅ છે કે નહીં ? નારાજ થયેલ બેંચે ૨૦૦૯ના આ કેસમાં હવે યુપીના મુખ્ય સચિવને હાજર થવા કહ્યુ છે. પીઠે કહ્યું કે અમે સીધા મુખ્ય સચિવ પાસેથી જાણવા કનિદૈ લાકિઅ માંગીએ છીએ કે યુપીમાં મંદિર અને તેની સહાયતા માટે દાન અંગેનો કોઈ કાયદો છે કે નહીં ? બેંચે મુખ્ય સચિવને મંગળવારે હાજર થવા કહ્યું છે. બુલંદશહેરના લગભગ ૩૦૦ વર્ષ જૂના શ્રી સર્વમંગલા દેવી બેલા ભવાની મંદિરના વહીવટ અંગેનો આ કેસ છે. વિજયપ્રતાપસિંહે સુપ્રિમમાં અરજી કરીને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મંદિરમાં આવતા દાનને ત્યાં કામ કરતા પંડાઓને આપવાનો આદેશ આપ્યો હતો.

No votes yet.
Please wait...