Me Too : મંત્રી એમજે અકબર સામે લાગેલા આરોપોની તપાસ થશે : શાહ


હૈદરાબાદ તા. ૧૩ : મી ટૂ કેમ્પેઈન પછી વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રિય વિદેશ રાજયમંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના રાષ્ટ્રીય કનિદૈ લાકિઅ અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે અકબર વિરૂદ્ઘ લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ થશે. આ સાથે જ શાહે એ પણ કહ્યું છે કે એ પણ જોવું પડશે કે અકબર કનિદૈ લાકિઅ વિરુદ્ઘ લાગેલા અકિલા આરોપોમાં કેટલી સચ્ચાઈ છે. અમિત શાહે કહ્યું કે, ‘જોવું પડશે કે આ સાચું છે કે ખોટું. અમારે તે વ્યકિતના પોસ્ટની તપાસ કનિદૈ લાકિઅ કરવી પડશે. જેણે આરોપ લગાવ્યા છે. તમે મારા નામનો ઉપયોગ કરીને કંઈપણ લખી શકો છો.’ અકીલા જોકે, તેમણે તપાસની વાત પર એવું કહ્યું કે, ‘તેની પર કનિદૈ લાકિઅ વિચાર કરવામાં આવશે.’ અમિત શાહના આ નિવેદનને એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કે મીટૂ કેમ્પેઈન પછી ઘેરાયેલા એમ.જે.અકબર પર બીજેપી હાઈકમાન્ડ કનિદૈ લાકિઅ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. એમ.જે.અકબર પર આરોપ છે કે અનેક મીડિયા સંસ્થાનોમાં સંપાદક તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક મહિલા પત્રકારો સાથે કનિદૈ લાકિઅ આપત્તિજનક વર્તણુંક કરી હતી. જેનાથી એ પણ સંકેત મળી રહ્યાં છે કે પાર્ટી વિવાદને લઈને ખૂબ જ ગંભીર છે. અમિત શાહે એ પણ કહ્યું કે, કોઈપણ આરોપોને કનિદૈ લાકિઅ મઢવાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની શકે છે. જોકે, તેનાથી એ પણ સ્પષ્ટ છે કે અકબર પર લાગેલા આરોપો પછી નકારાત્મક મેસેજ જઈ રહ્યાં છે અને કનિદૈ લાકિઅ પાર્ટી ચિંતિત છે. શુક્રવારે અકબર વિરુદ્ઘ અન્ય એક એકાઉન્ટથી મી ટૂ હેઠળ આરોપ લાગ્યાં છે. સોશિયલ મીડિયા પર યૌન શોષણના આરોપોને લઈને ચાલતી ચર્ચા વચ્ચે પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. યુનિયન મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે જો અકબર સામેના આરોપો સાચા છે તો તેમને રાજીનામું આપવું જોઈએ. એમજે અકબર હાલ આફ્રિકા છે અને તેઓ રવિવારે દેશમાં પરત ફરે તેવી શકયતા છે. તેમની વિરુદ્ઘ તાજેતરમાં જ આરોપ એક વિદેશી પત્રકારે લગાવ્યો હતો. તેનો આરોપ છે કે એક મીડિયા સંસ્થાનમાં ૨૦૦૭માં ઈન્ટર્ન હતી ત્યારે અકબરે મર્યાદાઓનું ઉલ્લંઘન કરતાં યૌન દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતાએ એ પણ કહ્યું કે તેના માતા-પિતા ૯૦ના દશકમાં દિલ્હીમાં વિદેશી પત્રકાર તરીકે કાર્યરત હતાં અને તેમના દ્વારા જ અકબરને મળી હતી. એમ.જે.અકબર પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો પર કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો છે. ઉમાએ અકબર અને મહિલાઓ વચ્ચેનો મામલો બતાવ્યો છે. મધ્યપ્રદેશના સાગરમાં રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દીના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ઉમાએ આ મામલે મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘હું આ મામલે કશું જ કહેવા ઈચ્છતી નથી. અકબરનો આ મામલો ત્યારનો છે જયારે તે કેન્દ્ર સરકારમાં મંત્રી નહોતા. આ મામલો હવે મહિલા અને અકબર વચ્ચે છે. આથી હું કશું જ કહી ન શકું

No votes yet.
Please wait...