ભાવનગરના લીલા ગ્રુપ દ્વારા બનતી ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’: પ્રેમ ચોપરાનો અભિનયઃ દિવમાં પણ શૂટીંગ

ભાવનગર તા. ૧૩ :.. ભાવનગરના લીલા ગ્રુપ દ્વારા ‘સાહિલ’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના ખલનાયક ‘પ્રેમ ચોપરા’ કનિદૈ લાકિઅ પણ અભિનય આપી રહ્યાં છે. એલએફસી. ફિલ્મસના બેનર હેઠળ તૈયાર થઇ રહેલી ગુજરાતી ફિલ્મનું શૂટીંગ ભાવનગર શહેર અને દિવ સહિતના લોકેશન પર થઇ રહ્યું કનિદૈ લાકિઅ છે. ગુજરાતી અકિલા ફિલ્મ ‘સાહિલ’ અંગે લીલા ગ્રુપની સરોવર પોર્ટીકો હોટલ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં ફિલ્મના પ્રોડયુસર અને લીલા કનિદૈ લાકિઅ ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા, અભિનેતા પ્રેમ ચોપરા, ફિલ્મના મુખ્ય હિરો રાજન અકીલા રાઠોડ, સૌરભ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. અને ફિલ્મ વિષે કનિદૈ લાકિઅ માહિતી આપી હતી. લીલા ગ્રુપની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’ની કથા પત્રકારત્વ પર આધારીત છે. નિડર પત્રકારની કથાનકને રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને કનિદૈ લાકિઅ અચુક ગમશે તેવો આશાવાદ ફિલ્મના પ્રોડયુસર કોમલકાંત શર્માએ વ્યકત કર્યો હતો.