ઠેર-ઠેર દેખાવોઃ આગજનીઃ તોડફોડઃ ટ્રેનો અટકાવાઈ મોંઘવારી સામે આક્રોશ-હલ્લાબોલ : ભારત બંધનું એલાન મિશ્ર


નવી દિલ્‍હી, તા. ૧૦ :. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વધારા સામે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આપેલા આજે ભારત બંધના એલાનનો હિંસક પ્રારંભ થયો છે. કનિદૈ લાકિઅ ઠેર ઠેર આગજની, તોડફોડ, પથ્‍થરમારો, ટાયર સળગાવવા, ટ્રેનો અટકાવવા જેવી ઘટનાઓ બનવા પામી છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે રાજઘાટથી કનિદૈ લાકિઅ વિરોધી માર્ચ અકિલા યોજી હતી. કોંગ્રેસને બંધના એલાન સંદર્ભે ૨૦ જેટલા નાના-મોટા પક્ષોનો ટેકો પ્રાપ્‍ત થયો છે. બંધની અસર ઓડિસા, કર્ણાટક, આંધ્ર, કનિદૈ લાકિઅ કેરળ સહિતના રાજ્‍યોમાં વધુ જોવા મળી રહી છે. જ્‍યારે ભાજપ શાસિત રાજ્‍યોમાં અકીલા વધતા-ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. એકંદરે ભારત બંધનું કનિદૈ લાકિઅ એલાન મિશ્ર રહ્યુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. આજે ભારત બંધના એલાન દરમિયાન અનેક રાજ્‍યોમાં કોંગ્રેસના કાર્યકરો રસ્‍તાઓ ઉપર ઉતરી આવ્‍યા કનિદૈ લાકિઅ હતા અને મોંઘવારી-ભાવ વધારાનો વિરોધ કરી મોદીના નેતૃત્‍વ હેઠળની એનડીએ સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારત બંધના એલાન સંદર્ભે આજે કોંગ્રેસ કનિદૈ લાકિઅ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે રાજઘાટ ખાતે મહાત્‍મા ગાંધીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી અને બાદમાં કૈલાશ માન સરોવરમાથી લાવવામાં આવેલ કનિદૈ લાકિઅ પવિત્ર જળ પણ ચડાવ્‍યુ હતુ જે પછી તેમણે વિરોધ માર્ચ શરૂ કરી હતી. માર્ચમાં કોંગ્રેસના ટોચના નેતાઓ જોડાયા હતા અને કેટલાક વિપક્ષ પણ તેમા જોડાયા કનિદૈ લાકિઅ હતા. મહારાષ્‍ટ્રમાં વિપક્ષનું ભારત બંધનું એલાન આક્રમક રહ્યુ છે. રાજ ઠાકરેની મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ પૂણેમાં અનેક બસો પર પથ્‍થરબાજી કરી હતી. કેરળમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. સવારે ૬ વાગ્‍યાથી સાંજે ૬ સુધીનું બંધનું એલાન આપવામાં આવ્‍યુ છે. રાજ્‍યમા મોટા ભાગની દુકાનો બંધ છે. આ સિવાય રાજ્‍ય પરિવહનની બસો પણ બંધ છે. લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. કર્ણાટકના મેંગ્‍લોરમાં કેટલાક તોફાની તત્‍વોએ પ્રાઈવેટ બસ પર પથ્‍થરો ફેંકયા હતા જો કે કોઈને ઈજા થઈ નથી. બિહારના દરભંગામાં દેખાવકારોએ કમલા ફાસ્‍ટ પેસેન્‍જર ટ્રેન રોકી હતી તો જનાહાનાબાદમાં રાજદના કાર્યકરોએ રેલ્‍વે ટ્રેક પર આગજની કરી હતી. બિહારના ખગડીયામાં બંધ સમર્થકોએ હાઈવે બંધ કરી બસ સ્‍ટેશન પર દેખાવો કર્યા હતા. ઓડિસામાં ભુવનેશ્વર ખાતે ભારત બંધની અસર જોવા મળી રહી છે. રસ્‍તાઓ ઉપર વિપક્ષોએ દેખાવો કર્યા છે અને ટ્રેનો રોકી હતી. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈએમના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. સંબલપુરમાં કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેન રોકી દેખાવો કર્યા હતા. પટણાના રાજેન્‍દ્રનગર રેલ્‍વે સ્‍ટેશન પર જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ પાટા પર બેસી દેખાવો કર્યા હતા. ભરૂચમાં દેખાવકારોએ ટાયરો સળગાવ્‍યા હતા અને બસો અટકાવી હતી. તેલંગણામાં કોંગ્રેસી કાર્યકરોએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા. ભાજપની સરકારો જ્‍યાં છે તે રાજ્‍યોમાં બંધની મિશ્ર અસર જોવા મળી રહી છે. સાવચેતીના પગલા રૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામા આવી છે. ભારત બંધના એલાન સંદર્ભે દેશના અનેક રાજ્‍યોમાં ચૂસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. કોંગ્રેસને ભારત બંધના એલાનમાં ડીએમકે, એનસીપી, રાજદ, સપા, એમએનએસ સહિત ૨૦ જેટલા પક્ષોનું સમર્થન મળ્‍યુ છે. જો કે તૃણમૂલ કોંગ્રેસે બંધથી દૂરી રાખી છે.

No votes yet.
Please wait...