ત્રણ ફિલ્મો ‘ફન્નેખાં’, ‘મુલ્ક’ અને ‘કારવા’ રિલીઝ


આજથી ત્રણ ફિલ્મો ‘ફન્નેખાં’, ‘મુલ્ક’ અને ‘કારવા’ રિલીઝ થઇ છે. નિર્માતા ભુષણ કુમાર, રાકેશ ઓમપ્રકાશ મહેરા, અનિલ કપૂર અને પીએસ ભારતી તેમજ રાજીવ ટંડન, કૃષ્ણ કનિદૈ લાકિઅ કુમાર, કુસુમ અરોરા અને નિશાંત પિટ્ટી તથા નિર્દેશક અતુલ માંજરેકરની ફિલ્મ ‘ફન્નેખાં’માં સંગીત અમિત ત્રિવેદી તથા તનિષ્ક બાગચીનું છે. ફિલ્મમાં કનિદૈ લાકિઅ અનિલ કપૂર, અકિલા ઐશ્વર્યા રાય, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા અને પિહૂની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મમાં એક મધ્યમ વર્ગીય પુરૂષ ફન્નેખાન (અનિલ કનિદૈ લાકિઅ કપૂર)ની કહાની છે.   જેણે પોતાની યુવાનીના દિવસોમાં એક ગાયક અને ગીતકાર બનવાનું અકીલા સપનુ જોયુ હોય છે. તેનામાં પ્રતિભા અપરંપાર હતી, પરંતુ કનિદૈ લાકિઅ કોઇએ સારી તક ન આપતાં તેનું સપનુ અધુરૂ રહી ગયું હતું. હવે તે પોતાના સપનાને પોતાની ટીનેજર દિકરી થકી પુરૂ કરવા ઇચ્છે છે. તે દિકરીને ખુબ જાણીતી કનિદૈ લાકિઅ ગાયીકા બનાવવા ચાહના ધરાવે છે. ફન્નેખાન દિકરીને અનેક જુદી-જુદી ગાયન સ્પર્ધાઓમાં લઇ જાય છે. પણ દિકરીનું વધેલુ વજન તેને હાંસીનું પાત્ર કનિદૈ લાકિઅ બનાવી દે છે. આની અસર તેની ગાયકી ઉપર પણ પડે છે. ઘણા તો એવી શંકા કરે છે કે આ છોકરી શું ગાયક બનવાને લાયક છે? બીજી તરફ નોકરીની શોધ કરતી વખતે કનિદૈ લાકિઅ ફન્નેખાનની મુલાકાત ભારતની સોૈથી મોટી પોપ સ્ટાર બેબીસિંહ (ઐશ્વર્યા રાય) સાથે થાય છે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે ફન્નેખાન દિકરી માટે કનિદૈ લાકિઅ થઇને બેબીસિંહના અપહરણનો પ્લાન ઘડ છે! શું તેની યોજના પાર પડે છે કે કેમ? આ બધું ફિલ્મમાં લાગણી અને હાસ્ય સાથે દર્શાવાયું છે. બીજી ફિલ્મ ‘મુલ્ક’ના નિર્માતા દિપક મુકુટ, અનુભવ સિન્હા અને નિર્દેશક અનુભવ સિન્હા છે. ફિલ્મમાં સંગીત પ્રસાદ સાસ્થે, અનુરાગ સાઇકીયાનું છે. ઋષી કપૂર, તાપસી પન્નુ, પ્રતિક બબ્બર, નીના ગુપ્તા, રજત કપૂર, મનોજ પાહવા અને આશુતોષ રાણાની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા છે. કહાની જોઇએ તો વારાણસીમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. જે સારી નામના ધરાવે છે. આ પરિવાર પર એવો આરોપ મુકાય છે કે તેણે શહેરમાં આતંકી હુમલાના કાવત્રામાં ભાગ ભજવ્યો છે. પડોશીઓ આ વિશે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. મામલો હવે અદાલત સુધી પહોંચે છે. આ પરિવાર તરફથી એક હિન્દુ વહૂ વકિલ બનીને સામે આવે છે. બધા આરોપો નિરાધાર નથી, જુદા-જુદા મતલબ કાઢવામાં આવે છે અને અનેક વ્યાખ્યાઓ સામે આવે છે. જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ સમાજમાં કેવા કેવા લોકો વસે છે તેની સ્થિતિ સામે આવે છે. ત્રીજી ફિલ્મ ‘કારવાં’ના નિર્માતા રોની સ્ક્રુવાલા, પ્રિતી રાઠી ગુપ્તા અને નિર્દેશક આકર્ષ ખુરાના છે. આ ફિલ્મમાં ઇરફાન ખાન, મિથીલા પાલકર, દુલકર સલમાન, ક્રિતી ખરબંદા અને અમલા અક્કીનેની તથા પ્રિતી ગુપ્તાએ અભિનય આપ્યો છે. ૧૧૪ મિનીટની આ ફિલ્મ હળવી કોમેડી ફિલ્મ છે. દુલકર સલમાને બેંગ્લોરમાં રહેતાં અવિનાશ નામના યુવાનનો રોલ ભજવ્યો છે. તેની આ પહેલી ફિલ્મ છે. દુલકર સાઉથનો સુપરસ્ટાર છે, તે પહેલી વખત હિન્દી ફિલ્મમાં આવી રહ્યો છે. ત્રણ પાત્રો બેંગ્લોરથી કોચીની ટ્રીપ પર નીકળે છે. આ ટ્રીપમાં શું થાય છે તેની રોમાંચક કહાની જોવા મળશે.

No votes yet.
Please wait...