ઈરાનમાં ફૂટબોલ જોવા મહિલાએ બદલ્યો વેશ: દાઢી-મૂછ લગાવી જોઈ મેચ


નવી દિલ્હી: ઈરાનમાં ફૂટબોલ મેચ દરમિયાન પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં કેટલીક મહિલાઓ વેશ બદલીને પહોંચી ગઈ. આ મહિલા ચાહકોએ તહેરાનમાં રમાયેલી કનિદૈ લાકિઅ મેચ જોવા માટે દાઢી-મૂછ લગાવી અને વિગ પણ પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ મહિલાઓની જોરદાર પ્રશંસા કરવામાં આવી રહી છે. તહેરાનના આઝાદી સ્ટેડિયમમાં કનિદૈ લાકિઅ બેઠેલી અકિલા આ મહિલાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થયો છે, જેમાં મહિલા પ્રશંસકો દાઢી-મૂછ લગાવેલી નજરે પડી રહી છે. આ મહિલાઓ પોતાની ફેવરિટ કનિદૈ લાકિઅ ટીમ પરસેપોલિસને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી. વાઇરલ થઈ રહેલી અકીલા આ તસવીર એક યુઝરે લખ્યું છે, ”આશા રાખીએ કે આ મહિલાઓ ભવિષ્યમાં કનિદૈ લાકિઅ પોતાની અસલી ઓળખ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે.”ઈસ્લામિક દેશ ઈરાનમાં ૧૯૭૯ બાદથી પુરુષોની ફૂટબોલ મેચ સહિત અન્ય રમતો સ્ટેડિયમમાં નિહાળવા કનિદૈ લાકિઅ પર મહિલા ચાહકો પર પ્રતિબંધ છે. એની પાછળ એવું કારણ આપવામાં આવે છે કે મહિલાઓને ‘ખરાબ માહોલ’થી બચાવવા આવું કરવું જરૂરી છે.અગાઉ આ જ સ્ટેડિયમમાં કનિદૈ લાકિઅ પરસેપોલિસની એક મેચ જોવા પહોંચેલી ૩૫ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘ઓફસાઇડ’ આ જ વિષય પર આધારિત ફિલ્મ હતી, કનિદૈ લાકિઅ જેમાં છોકરીઓનું એક ગ્રૂપ છોકરાઓનાં કપડાં પહેરીને આઝાદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી જાય છે.

No votes yet.
Please wait...