વિલફુલ ડિફોલ્ટર્સોએ બેંકોને લગાવ્યો છે ૧ લાખ કરોડનો ચૂનો


૩૦ ડિસેમ્બર ૨૦૧૭ સુધીના આંકડા જણાવે છે કે જાણીજોઈને લોન ન ભરનારા (વિલફુલ ડિફોલ્ટર્સ)ની પાસે દેશની જુદી-જુદી બેંકોના ૧.૧ લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. આ વિલફુટ કનિદૈ લાકિઅ ડિફોલ્ટર્સમાં કંપનીઓ જ નહીં, કેટલાક લોકો પણ છે. વિલફુલ ડિફોલ્ટર્સ તેમને કહેવામાં આવે છે જેઓ બેંકના નાણાં ઈચ્છે તો પાછા આપી શકે તેટલી કનિદૈ લાકિઅ ક્ષમતા ધરાવે અકિલા છે પણ તેઓ આમ કરતા નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આવા ૯,૦૦૦થી વધુ ખાતાનું વિશ્લેષણ કર્યું જેમાં લોન પરત મેળવવા માટે બેંકે કેસ કનિદૈ લાકિઅ કર્યા છે. વિશ્લેષણમાં જાણવા મળે છે કે ૧૧ મોટો લોન ધારક સમૂહોમાં દરેક પાસે અકીલા ૧,૦૦૦ કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે અને આ રીતે તેઓ બેંકોના કનિદૈ લાકિઅ કુલ ૨૬,૦૦૦ કરોડ દબાવીને બેઠા છે. ૨૫ લાખ રુપિયા કે તેનાથી વધુ વિલફુલ ડિફોલ્ટર્સની સામે કરવામાં આવેલા કેસો સાથે જોડાયેલા આંકડા સાર્વજનિક કનિદૈ લાકિઅ રીતે ઉપલબ્ધ છે. આ આંકડા દર્શાવે છે કે જતિન મહેતાની કંપની વિનસમ ડાયમન્ડ એન્ડ જવેલરી લિ. અને ફોરએવર પ્રેસિયસ જવેલરી એન્ડ ડાયમન્ડ લિ.એ જુદી-જુદી કનિદૈ લાકિઅ બેંકોના ૫,૫૦૦ કરોડ રૂપિયા નથી ચુકવ્યા. કહેવાય છે કે જતિન મહેતા સેન્ટ કિટ્સ અને નેવિસની નાગરિકતા લઈ ચુકયા છે જેની સાથે ભારતની પ્રત્યાર્પણ કનિદૈ લાકિઅ સંધી નથી. એટલે કે મહેતાની ભારત પાછા આવવાની આશા હાલ નથી દેખાઈ રહી. બીજા નંબર પર વિજય માલ્યાનની કિંગફિશર એરલાયન્સ આવે છે જેના પર બેંકોના કનિદૈ લાકિઅ ૩,૦૦૦ કરોડ રુપિયાથી વધુ ફસાયા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે મોટો કંપની કોલકાતાની આરઈઆઈ એગ્રો છે. સંદીપ ઝુનઝુનવાલા તેના માલિક છે. ખબરો મુજબ, આરઈઆઈ એગ્રોનું લિસ્ટિંગ એક સમયે લંડન અને સિંગાપુર સ્ટોક એકસ્ચેન્જમાં થયું હતું. આ કંપની એક આઈપીએલ ટીમને પણ સ્પોન્સર કરતી હતી. તેણે બેંકોના ૨,૭૩૦ કરોડ રુપિયા દબાયા છે. ચોથા નંબર પર પ્રબોધ કુમાર તિવારી અને તેમના પરિવારના સભ્યોના માલિકીના હકવાળી કંપનીઓ આવે છે. જેમાં મહુઆ મીડિયા, પર્લ સ્ટૂડિયો પ્રાઈવેટ લિ., સેન્ચુરિયન કમ્યુનિકેશન એન્ડો પિકિસન મીડિયા પ્રાઈવેટ લિ. જેવી કંપનીઓ છે. જેમણે બેંકના બેંકોના ૨,૪૧૬ કરોડ રુપિયા દબાવ્યા છે. ૨,૦૦૦ કરોડ રુપિયાથી વધુની દેવદાર કંપનીઓ જેમની પાસે રુપિયા પાછા આપવાની ક્ષમતા છે, પણ તેઓ ચૂકવી નથી રહ્યા, જેમાં ઝૂમ ડેવલપર્સ પ્રાઈવેટ લિ., રેડ એન્ડ ટેલર (ઈન્ડિયા) લિ., એસ કુમાર્સ નેશનવાઈડ લિ. અને ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિ.નો સમાવેશ થાય છે. ઝુમ ડેવલપર્સના માલિક વિજય ચૌધરી છે જયારે  રીડ એન્ડ ટેલર (ઈન્ડિયા) લિ અને એસ કુમાર નેશનવાઈડ લિ.ના માલિક નિતિન કાસલીવાલ છે. જયારે ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિ. કંપની મીડિયાની દિગ્ગજ હસ્તી ટી. વેન્કટરમન રેડ્ડીની છે. આંકડાનું વિશ્લેષણ કરવા પર ખ્યાલ આવે કે બેંકોના ફસાયેલા નાણાની રકમમાં ઘણી વૃદ્ઘિ થઈ રહી છે. પાછલા એક વર્ષમાં બેંકની બેડ લોનમાં ૨૭%નો વધારો થયો છે, આ પહેલા આ આંકડો ક્રમશઃ ૩૮%, ૬૭%, અને ૩૫% હતો. આ રીતે સપ્ટેમ્બર ૨૦૧૩ અને સપ્ટેમ્બર ૨૦૧૭દ્ગક વચ્ચે લોનની રકમ વધીને ૨૮,૪૧૭ કરોડ રુપિયાથી વધીને લગભગ ૪ ગણી એટલે કે ૧.૧ લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. તેનો કેટલાક ભાગ દર વર્ષે વધી રહેલા વ્યાજનો હોઈ શકે છે, પણ આટલો મોટો નફો માત્ર વ્યાજના કારણે ન હોઈ શકે. ૨૫૦ કરોડથી વધુ રૂપિયા દબાવીને બેઠેલી ૫૦થી વધુ કંપનીઓ કે સમૂહોની પાસે બેંકોના કુલ ૪૮,૦૦૦ કરોડ રુપિયા ફસાયેલા છે. આ રકમ આ વખતના બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે જાહેર કરાયેલા ૫૨,૮૦૦ કરોડથી થોડી જ ઓછી છે. બેંકના વિશ્લેષણ પરથી ખ્યાલ આવ્યો કે ફસાયેલા રકમ સરકારી બેંકોનો ૬૦% ભાગ છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને સહયોગી બેંકોનો સમાવેશ થાય છે. જોકે, કુલ ફસાયેલી રકમનો એક ચતુર્થાંસ એટલે કે ૨૫% માત્ર SBI અને તેની સહયોગી બેંકોનો છે. વિલફુલ ડિફોલ્ટર્સે પ્રાઈવેટ બેંકોને પણ ૧૪,૦૦૦ કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો છે. દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની પરિભાષા પ્રમાણે, વિલફુલ ડિફોલ્ટર્સ એ જ છે જે ક્ષમતાવાન હોવા છતાં વ્યાજની રકમ પાછી ન આપતા. આવા લોકો કે કંપનીઓ બેંકને લોન લેવાનું જે કારણ દર્શાવે છે, લોન મળવા પર તેનો અન્ય ખર્ચ કરે છે. એવામાં બેંક તેમનું નામ વિલફુલ ડિફોલ્ટર્સમાં નાખી દે છે. આવા દેવાદાર જે લોનની સિકયોરિટી તરીકે રાખેલી સંપત્ત્િ। બેંકને જણાવ્યા વગર વેચી નાખે છે, તેમને પણ આ લિસ્ટમાં રાખવામાં આવે છે

No votes yet.
Please wait...