ટેરર ફંડિંગ પાકિસ્તાનને ભારે પડ્યું :પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવા નિર્ણય


આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને સૌથી મોટો આંચકો લાગ્યો છે ટેરર ફંડિંગ પાકિસ્તાનને ભારે પડ્યું છે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે કનિદૈ લાકિઅ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અમેરિકા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને ભારત, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોએ ટેકો આપ્યો છે અને ચીને પણ કનિદૈ લાકિઅ પાકિસ્તાનનો અકિલા સાથ છોડયો હોવાના સૂત્રોને ટાંકીને અહેવાલ આવી રહ્યા છે. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલે પણ અમેરિકાના પ્રસ્તાવ સામેના વાંધા પાછા કનિદૈ લાકિઅ ખેંચ્યા છે.   વૈશ્વિક સ્તરે આતંકવાદને આશ્રય આપવાનું પાકિસ્તાનને ખૂબ ભારે અકીલા પડી રહ્યું છે.પેરિસમાં ફાઈનાન્શિયલ ટાસ્ક ફોર્સની બેઠકમાં કનિદૈ લાકિઅ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો છે ગ્રે લિસ્ટમાં સામેલ દેશો પર ટેરર ફંડિંગ મામલે ઝીણવટભરી નજર રખાય છે સૂત્રોનું કહેવું કનિદૈ લાકિઅ છે કે પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ભારત, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોએ ટેકો આપ્યો છે. જયારે પાકિસ્તાનના સદાબહાર કનિદૈ લાકિઅ મિત્ર ચીને પણ આખરી સમયે તેનો સાથ છોડયો છે અને પ્રસ્તાવ પરના પોતાના સત્તાવાર વાંધા પાછા ખેંચ્યા છે. આ નિર્ણયની સત્તાવાર ઘોષણા થવાની હજી કનિદૈ લાકિઅ બાકી છે.    એફએટીએફનું આ પગલું પાકિસ્તાન માટે મોટો આંચકો છે આની સીધી અસર તેની અર્થવ્યવસ્થા પર પડશે. પહેલેથી સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાનની કનિદૈ લાકિઅ અર્થવ્યવસ્થાને એફએટીએફના ગ્રે લિસ્ટમાં સામેલ થવાને કારણે વધારે ઘર્ષણ કરવું પડશે. પાકિસ્તાન સાથે વેપાર કરવા ઈચ્છુક આંતરરાષ્ટ્રીય કંપનીઓ, બેંકો અને લોન આપનારી સંસ્થાઓ અહીં રોકાણ કરતા પહેલા ઘણી વખત વિચાર કરશે. પાકિસ્તાન માટે વિદેશી રોકાણ લાવવાનું મુશ્કેલ બની જશે.    અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે એફએટીએફની બેઠકમાં તેને ત્રણ માસની મહોલત આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ અમેરિકાના મીડિયાના અહેવાલમાં આખરી નિર્ણય થવાનો બાકી હોવાના અહેવાલ બાદ ગુરુવારે પાકિસ્તાનના દાવા પર સવાલો ઉભા થયા હતા.   સૂત્રોનું કહેવું છે કે અમેરિકાના દબાણમાં આ પ્રસ્તાવ પર ફરીથી વોટિંગ કરાવાવમાં આવ્યું અને મોટાભાગના દેશોએ પ્રસ્તાવના ટેકામાં વોટ નાખ્યા હતા. પાકિસ્તાનને હાલ ત્રણ માસ માટે ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું છે. જૂનમાં ફરી એકવાર આની સમીક્ષા કરવામાં આવશે.   અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદના ફંડિંગને રોકવા માટે અને સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવોને લાગુ કરવા માટે યોગ્ય પગલા ઉઠાવ્યા નથી. જાન્યુઆરીમાં જ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી કરોડો રૂપિયાની સૈન્ય સહાયતા રોકી હતી. ભારત પણ તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર બેનકાબ કરતું રહ્યું છે. જો કે પાકિસ્તાન આવા આરોપોને રદિયો આપતું રહ્યું છે.    એફએટીએફ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનમાં વિભિન્ન દેશોની વચ્ચે મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ જેવા મામલાઓ જોવામાં આવે છે. પાકિસ્તાન આના પહેલા વર્ષ-2012થી 2015 સુધી આ યાદીમાં રહી ચુક્યું છે. પાકિસ્તાનને અહેસાસ હતો કે આ વખતે પણ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે. તેથી જ તેણે પેરિસમાં યોજાનારી બેઠક પહેલા જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહીનું નાટક કર્યું હતું.

No votes yet.
Please wait...