રપમીએ સુરતમાં વડાપ્રધાન મોદીઃ રન ફોર ન્યુ ઇન્ડીયા મેરેથોનને ફલેગ ઓફ કરાવશે


રપમીએ સુરતમાં વડાપ્રધાન મોદીઃ રન ફોર ન્યુ ઇન્ડીયા મેરેથોનને ફલેગ ઓફ કરાવશેઃ તૈયારીઓ દમણમાં હેલીકોપ્ટર સેવાનો પણ પ્રારંભ કરાવે તેવી શકયતા વાપી તા. ૧રઃ કનિદૈ લાકિઅ સુરતમાં આગલામી તા. રપ ફેબ્રુ.ના રન ફોર ન્યુ ઇન્ડિયા મેરાથોનનું આયોજન કરાયું છે. મેરથોનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ફલેગ ઓફ કરાવશે. સુરત કનિદૈ લાકિઅ રનર્સ અકિલા ગૃપના અ્રણી અને ન્યુ ઇન્ડિયા મોરાર્થાનના ડિરેકટર ડો. કે. સી. જૈન અને સાંસદ સી. આર. પાટીલ આ અંગે માહિતી આપતા જણાવ્યું કનિદૈ લાકિઅ કે ન્યુ ઇન્ડિયાના સંકલ્પ સાથે ભારતમાં પહેલીવાર મેરાર્થાનનું આયોજન થઇ રહ્યું અકીલા છે. મેરાર્થાન જુદી જુદી કેટેગરીની હશે. જેમાં ૧૦ કિ.મી.ની કનિદૈ લાકિઅ શોર્ટ મેરાર્થાન ર૧ કિ.મી.ની હાફ મેરથોન ૪ર કિ.મી.ની ફુલ મેરાર્થાન દોડ યોજાશે. ઉપરાંત પ કિ.મી.ની મેરાથોન પણ હશે જેમાં સમાન્ય નાગરિક પણ કનિદૈ લાકિઅ દોડી શકશે. રપમી ફેબ્રુઆરીને રવિવારે રઘુવીર પાર્ટી પ્લોટ ખાતે મેરાર્થાનને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. જેમાં મુંબઇ-અમદાવાદ-કોલકત્તા-પુણે વલસાડ-નવસારી-વાપી-બારડોલી કનિદૈ લાકિઅ તથા વડોદરા સહિતના શહેરોના નેશનલ અને ઇન્ટરનેશનલ રનર દોડશે તથા ઇન્ટરનેશનલ રનર પણ આ મોરાથોન સ્પર્ધામાં ભાગ લેશે. વડાપ્રધાનની કનિદૈ લાકિઅ હાજરીને પગલે આ મેરાથોન વિનામુલ્યે કરવામાં આવી છે ઇનામની રકમમાં પણ વધારો કરાશે તેવું જાણવા મળી રહ્યું છે. ૭ થીમ આધારિત આ મેરાર્થાનનો કનિદૈ લાકિઅ રૂટ આજે પોલીસ ટીમ સાથે મળીને નકકી કરાશે. રપમી એ જ વડાપ્રધાન શ્રી મોદી સંઘ પ્રદેશના દમણની મુલાકાતે આવે એવી પણ સંભાવના છે. જોકે આ અંગે હજુ કોઇ સતાવાર જાહેરાત થઇ નથી. દમણમાં વડાપ્રધાનશ્રીના હસ્તે પાઇપ લાઇન દ્વારા ઘરે-ઘરે રાંધણગેસ-દમણથી દીવ વચ્ચે શરૂ થનાર હેલિકોપ્ટર સેવા-મધુબન ડેમથી પીવાના પાણીના સપ્લાયની યોજનાના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન વિચારધીન હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે જો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની આ મુલાકાત શકય બનશે તો શ્રીમતી ઇન્દિરા ગાંધીની ૧૯૭૧માં વિધાનસભાની ચુંટણી પ્રચાર અર્થેના આગમન બાદ ૪૭ વર્ષમાં વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. જોકે લોકસભાની ચુંટણીના પ્રચાર અર્થે નરેન્દ્રભાઇ અગાઉ બે વખત દમણની મુલાકાતે આવી ચુકયા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તો પ્રથમ વખત જ આવશે.

No votes yet.
Please wait...