રાજ્યભરમાં ૨૫મીએ બંધ રહેશે નહીં : કરણી સેના નહીં જોડાય


પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા તારીખ ૨૫મીએ ભારત બંધનું એલાન અપાયું છે, ત્યારે આજે ગુજરાતની કરણી સેનાના પ્રતિનિધિઓ, રાજપૂત સમાજના કનિદૈ લાકિઅ આગેવાનો, મલ્ટિપ્લેક્સ થિયેટરના આગેવાનો સહિતના લોકો સાથે આજે રાજય સરકારના ગૃહપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય સરકારી સચિવો સાથે કનિદૈ લાકિઅ મહત્વની બેઠક અકિલા યોજાઇ હતી, ત્યારબાદ કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે જાહેરાત કરી હતી કે, ૨૫મીએ ગુજરાતના બંધના એલાનમાં કરણી સેના કનિદૈ લાકિઅ કે રાજપૂત સમાજ નહી જોડાય. એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યું હતું કે, અકીલા ૨૫મીએ ગુજરાતમાં બંધનું એલાન નહી રહે. રાજયભરમાં શાળા-કોલેજો, કનિદૈ લાકિઅ બજારો, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ખાનગી એકમો સહિતનું જનજીવન રાબેતામુજબ ચાલુ રહેશે. ગઇકાલે શહેરના હિમાલયા મોલ અને એસજી હાઇવે પરના કનિદૈ લાકિઅ મલ્ટિપ્લેક્સ ખાતેના વાહનોને આગચંપી અને તોડફોડની ઘટનામાં કરણી સેનાનો હાથ નહી હોવાનો વાહિયાત બચાવ રાજ શેખાવતે કર્યો હતો કારણ કે, ખુદ પોલીસની કનિદૈ લાકિઅ તપાસમાં જ કરણી સેનાના આ કાવતરાનો પર્દાફાશ થયો છે. રાજ શેખાવતે દાવો કર્યો હતો કે, તેઓ જાહેરજનતાની તકલીફો કે હિંસાના જોરે ફિલ્મનો વિરોધ કનિદૈ લાકિઅ કરવામાં નથી માનતા. ગુજરાતના થિયેટરમાલિકોએ પદ્માવત ફિલ્મ નહી દર્શાવવાનો જે નિર્ણય કર્યો છે, તેનો અમે આભાર માનીએ છીએ. રાજયના ડીજીપી પ્રમોદકુમારે કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજયભરમાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે માટે વધારાની એસઆરપી કંપની, આરએએફ, દસ હજારથી વધુ હોમગાર્ડ જવાનો સહિતના સુરક્ષા કાફલામાં નોંધનીય વધારો કરવામાં આવ્યો છે. તો સાથે સાથે ૯૦૦ જેટલા વધારાના વાહનો પેટ્રોલીંગ અને વીડિયોગ્રાફી માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર અને પોલીસતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમહોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

No votes yet.
Please wait...