પદ્માવત થિયેટરોમાં: ભારત બંધ નિષ્ફળઃ છુટક હિંસા


વિવાદીત ફિલ્મ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, બિહારને બાદ કરતા દેશભરનાં ૪પ૦૦ સ્ક્રીન પર ચુસ્ત બંદોબસ્ત કનિદૈ લાકિઅ વચ્ચે રીલીઝઃ જનતા કર્ફયુનું સુરસુરિયુઃ શાળા – કોલેજો – બજારો – બેંકો – સરકારી ઓફિસો, શેરબજાર વગેરે ચાલુઃ દેશના કેટલાક ભાગોમાં કરણી સેનાના કનિદૈ લાકિઅ કાર્યકરો અકિલા દ્વારા ઉગ્ર દેખાવો – તોડફોડના બનાવોઃ અનેક રાજયોમાં લોખંડી સુરક્ષા નવી દિલ્હી તા.રપ : સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ કનિદૈ લાકિઅ પદ્માવત તમામ વિરોધ અને હિંસાના બનાવો વચ્ચે દેશભરના સિનેમા ઘરોમાં રીલીઝ અકીલા થઇ છે. હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાની સાથે આ ફિલ્મ દેશભરના કનિદૈ લાકિઅ ૪પ૦૦ સ્ક્રીન પર રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મનો વિરોધ કરનાર કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનુ એલાન આપ્યુ છે. વિરોધને કારણે ગુજરાત, રાજસ્થાન, કનિદૈ લાકિઅ મધ્યપ્રદેશ, બિહાર, ગોવામાં આ ફિલ્મને સિનેમાઘરોમાં નહી દર્શાવવાનો થિયેટર માલિકોએ જ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર, પ.બંગાળ ઉપરાંત દ.ભારતના પાંચ કનિદૈ લાકિઅ રાજયો સહિત તમામ ભાગોમાં આ ફિલ્મ સજ્જડ સુરક્ષા વચ્ચે રીલીઝ થઇ છે. આ ફિલ્મ સામે આજે ભારત બંધના એલાનને આંશિક પ્રતિસાદ સાંપડયો છે. ફિલ્મ સામે કનિદૈ લાકિઅ વિરોધ દર્શાવવા માટે કરણી સેનાના કાર્યકરોએ આજે રસ્તાઓ પર ઉતરી પડયા હતા અને હિંસક દેખાવો યોજયા હતા. અનેક સ્થળોએ દેખાવકારોએ બસોમાં તોડફોડ કનિદૈ લાકિઅ કરી હોવાના અને આગજની કર્યાના અહેવાલો મળી રહ્યા છે. ગાઝીયાબાદમાં દેખાવકારોએ ગઇકાલે મોડીરાત્રે બસોમાં તોડફોડ કરી હતી અને આગ લગાડી હતી. આજે ભારત બંધની આંશિક અસર જોવા મળી છે. અમુક શાળા-કોલેજો બાદ કરતા તમામ શાળા-કોલેજો ચાલુ છે, બજારો, મોલ્સ, શેરબજાર, સરકારી ઓફિસો, બેંકો વગેરે પણ રાબેતા મુજબ ધમધમી રહ્યા છે. દેશના કેટલાક રાજયોમાં છુટી છવાઇ હિંસાના વાવડ મળી રહ્યા છે.   આ ફિલ્મ પહેલા ડિસેમ્બરમાં રીલીઝ થવાની હતી પરંતુ કરણી સેનાના ભારે વિરોધ અને સેન્સર બોર્ડ દ્વારા સર્ટી આપવામાં વિલંબને કારણે રીલીઝની તારીખ વધારી દેવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટના આદેશથી આ ફિલ્મ આજે રીલીઝ થઇ છે જે સામે કરણી સેનાએ બંધનું એલાન આપ્યુ છે. દરમિયાન કરણી સેના અને ગુજરાત સરકાર વચ્ચે એક બેઠક યોજાઇ હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે ગુજરાત બંધમાં નહી જોડાય. આમ છતાં કેટલાક સ્થળોએ ભયને કારણે કેટલીક સ્કુલો બંધમાં જોડાઇ છે. રાજયભરમાં થિયેટર્સ અને મોલ્સ વચ્ચે જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. મુંબઇ અને દક્ષિણના રાજયો તથા પુર્વના રાજયોમાં આ ફિલ્મ ધુમધડાકાભેર રજુ થઇ છે. જો કે મોલ્સ, થિયેટરો અને મલ્ટીપ્લેકસમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખી દેવામાં આવી છે. દિપિકાનું નાક કાપીને લાવનારને કરોડો રૂપિયાના ઇનામની જાહેરાત કરતી કાનપુર ક્ષત્રિય મહાસભા કાનપુર : પદ્માવત આજે રીલીઝ થઇ છેઃ જો કે વિરોધ અટકવાનુ નામ નથી લેતોઃ કાનપુર ક્ષત્રિય મહાસભાએ ફિલ્મમાં રાણી પદ્માવતીની ભુમિકા ભજવતી અભિનેત્રી દિપિકા પાદુકોણનું નાક કાપીને લાવનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છઃ ક્ષત્રિય સમાજના અધ્યક્ષે કહ્યુ છે કે, ભારેખમ ઇનામની રકમને લોકોના ફાળા દ્વારા એકઠી કરવામાં આવે છે. કરણી સેનાએ સળગાવી કાર, પછી ખબર  પડી કે આ તો આપણા કાર્યકરોની જ હતી ભોપાલ : આજે દેશભરમાં ૭૦૦૦ સ્ક્રીન પર પદ્માવત રીલીઝ થઇ રહી છેઃ કરણી સેનાએ અનેક શહેરોમાં હિંસક દેખાવો કર્યા છેઃ ભોપાલમાં કરણી સેના દ્વારા હિંસાના ચક્કરમાં એવી ભુલ કરવામાં આવી કે પોતાના કાર્યકરોની કારને જ આગ લગાડી દીધીઃ ભોપાલ પોલીસના આઇજી યોગેશ ચૌધરીએ કહ્યુ છે કે જયોતિ ટોકીઝ પર કાર્યકરો દેખાવ કરતા હતાઃ તેઓ હિંસા ઉપર ઉતરી આવ્યાઃ તેઓએ અનેક ગાડીઓમાં તોડફોડ કરીઃ એક મારૂતિ સ્વીફટને ગાડીને આગ લગાડી દીધીઃ આ કાર તેમના જ કાર્યકર્તા સુરેન્દ્ર ચૌહાણની હતીઃ આ બારામાં પોલીસ ૬ લોકોની ધરપકડ કરી હતીઃ બાદમાં માફામાફી પણ થઇ હતી.

No votes yet.
Please wait...