છત્તીસગઢમાં નકસલીઓ સાથે અથડામણઃ ૪ જવાન શહિદ


દિલ્હી તા. ૨૫ : નારાયણપુરમાં પોલીસ અને નકસલીઓની વચ્ચે બુધવારે થયેલ અથડામણમાં ચાર જવાન શહીદ થઇ ગયા છે. આ એન્કાઉન્ટરમાં ૧૧ જવાન ગંભીર રીતે ઘાયલ થયાં છે. કનિદૈ લાકિઅ આ ઘટના નારાયણપુરનાં ગુમટેરનાં જંગલોની છે. ખાનગી માહિતી બાદ મંગળવારની રાત્રે ૬૦ જવાન જંગલ તરફ રવાના કરવામાં આવ્યાં હતાં. અભુઝમાડનાં ઇરાપાલનાં કનિદૈ લાકિઅ જંગલમાં અકિલા નકસલિઓ હોવાંની માહિતી પોલીસને પ્રાપ્ત થઇ હતી. ઉલ્લેખનીય છે કે DRG અને STFના જવાનોને મોકા પર રવાના કરી દેવાયાં હતાં. જાણકારી કનિદૈ લાકિઅ અનુસાર પોલીસની આ ટીમ નકસલીઓનાં જાળમાં ફસાઇ ગઇ. બપોરનાં અંદાજે એક કલાકે અકીલા પોલીસ અને નકસલીઓની વચ્ચે ભારે ગોળીબાર થયો. લગભગ એક કલાક કનિદૈ લાકિઅ સુધી આ ફાયરિંગ થયું ને ત્યાર બાદ નકસલીઓ પાછા પડ્યાં અને પોતાની સુરક્ષિત જગ્યાઓ પર તેઓ પહોંચી ગયાં. ગોળીબાર અટકયાં બાદ મોરચા પર હાજર બે કનિદૈ લાકિઅ જવાન અને બે સબ ઇન્સ્પેકટર શહીદ થઇ ચૂકયાં હતાં અને અન્ય ૧૧ જવાન ઘાયલ થઇ ગયાં હતાં. નકસલીઓએ અથડામણ સ્થળ પર અનેક વાર IED બ્લાસ્ટ કર્યો અને કનિદૈ લાકિઅ ધમાકાઓની ઝપેટમાં આવીને જવાન ઘાયલ થઇ ગયાં. મુખ્યાલયને સૂચના મળતા જ તુરંત સુરક્ષા બળોની ચાર ટીમો અલગ-અલગ દિશાઓથી ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં કનિદૈ લાકિઅ આવી હતી. શહીદ જવાનોને નારાયણપુર જિલ્લા મુખ્યાલયે મોકલવામાં આવ્યા છે અને સાત ઘાયલોને સારવાર માટે હેલિકોપ્ટરનાં આધારે રાયપુર લાવવામાં કનિદૈ લાકિઅ આવ્યાં.

No votes yet.
Please wait...