શાહિદ – શ્રધ્ધાની બીજી વખત જોડી બનશે


શાહિદ કપૂરની જોડી બીજી વખત શ્રધ્ધા કપૂર સાથે બનશે. શ્રીનારાયણસિંહની ફિલ્મ ‘બત્તી ગુલ મિટર ચાલુ’ની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મમાં શાહિદ વકિલના રોલમાં જોવા મળશે. ફિલ્મ સામાજીક બાબત પર પ્રકાશ પાડશે અને વિજળીના બિલોનો માર જીલી રહેલી પ્રજાની વાત દેખાડાશે. ટોયલેટ-એક પ્રેમ કથા પછી શ્રીનારાયણસિંહની આ બીજી સામાજીક અકિલા મુદ્દાને લગતી ફિલ્મ છે. પહેલા આ ફિલ્મમાં હિરોઇન તરીકે કેટરીના કૈફ, ઇલિયાના ડિક્રુઝના નામ સામે આવ્યા બાદ વાણી કપૂરને ફાઇનલ કરવામાં આવી હતી. પરંતુ હવે વાણીને હટાવી શ્રધ્ધા કપૂરને લેવામાં આવી અકીલા છે. નિર્માતા પ્રેરણા અરોડાએ કહ્યું હતું કે અમે શ્રધ્ધાને ફાઇનલ કરી લીધી છે. વાણીએ પહેલા હા કહ્યા પછી કામ કરવાની ના પાડતાં અમે શ્રધ્ધાનો સંપર્ક કર્યો હતો. તે ફિલ્મ કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં ફિલ્મ ફલોર પર જશે. હૈદરમાં શાહિદ અને શ્રધ્ધાએ સાથે કામ કર્યુ હતું.

No votes yet.
Please wait...