પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરીયાદ કરવા બ્રહ્મસમાજની અરજી


 

અમદાવાદઃ બ્રહ્મસમાજ વિરૂધ્ધ અપશબ્દો બોલવાના મામલે પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરીયાદ કરવા રામોલ પોલીસ મથકે અરજી કરાઇ છે હાર્દિક પટેલ સામે ફરીયાદ નોંધવા માટે બ્રહ્મસમાજે અરજી કરી હતી. બ્રહ્મસમાજ વિરૂધ્ધમાં અપશબ્દો બોલવા મુદ્દે ફરીયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય  છે કે અનામત અકિલા આંદોલન  સમિતિના કન્વીરનર હાર્દિક પટેલે બ્રહ્મસમાજને લઇ અભદ્ર ટીપ્પણી કરી છે. આ અભદ્ર ટિપ્પણી  અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. જો કે  વિડીયો દ્વારા હાર્દિક પટેલે એ વિડિયો બનાવટી ઉભો કરાયેલ અને બ્રાહ્મણોને હમેશા પુજનીય ગણાવેલ છે અને આમ છતા કોઇ દુઃખ થયું હોય તો માફી  માંગી છે.

No votes yet.
Please wait...