હિમાચલમાં ભાજપની સરકાર, CM જયરામ ઠાકુરની ઐતિહાસિક રિજ મેદાનમાં શપથવિધિ


શિમલાઃ ગુજરાત બાદ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકારની શપથવિધિ યોજાશે. જયરામ ઠાકુર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. શિમલાના ઐતિહાસિક રિજ મેદાનમાં શપથવિધિ યોજાશે. જેમાં જયરામ ઠાકુરની સરકારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગોપનિયતાના શપથ લેવડાવશે. હિમાચલ પ્રદેશમાં માત્ર 68 બેઠકો છે. જેથી મંત્રીમંડળનો આકાર નાનો રહેશે. હિમાચલ પ્રદેશમાં કુલ 11 મંત્રીઓ બનાવાશે.

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રથમ કેબિનેટમાં 3 મંત્રીઓને શપથ લેવડાવાશે. જ્યારે બાકીના મંત્રીઓને મંત્રીમંડળના વિસ્તરણના પ્રથમ તબક્કામાં સ્થાન આપવામાં આવશે. જયરામ ઠાકુરના શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા અને કેન્દ્રીય લોક નિર્માણ મંત્રી નીતિન ગડકરી સહિત વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહેશે. હિમાચલ પ્રદેશની સરકારના શપથ વિધિ સમારોહમાં પીએમ હાજરી આપશે તે પ્રથમવાર થવા જઈ રહ્યું છે.

કોણ છે જયરામ ઠાકુર ?

  • મંડીના સિરાજ વિધાનસભા ક્ષેત્રના જયરામ ઠાકુર
  • સતત પાંચમી વાર વિધાનસભા પહોચ્યા
  • 2007માં ભાજપ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી રહ્યા
  • 1998માં પ્રથમ વાર વિધાનસભા પહોચ્યા
  • હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે
  • સંઘના સૌથી વધુ ખાસ માનવામાં આવે છે
No votes yet.
Please wait...