આજે મળનારી કેબિનેટ બેઠક મોકૂફ, CM રૂપાણી જયરામ ઠાકુરની શપથવિધિમાં જશે શિમલા


અમદાવાદઃ હિમાચલમાં પણ ભાજપની સરકાર બનતાં આજે જયરામ ઠાકુર મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શિમલા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શપથવિધિમાં હાજરી આપશે. જેના કારણે આજે મળનારી કેબિનેટની બેઠક પણ મોકુફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આજે મળનારી કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવાની હતી.

ઉલ્લેખનીય છે કે, 26 ડિસેમ્બરે ગુજરાતમાં બનેલી ભાજપ સરકારે શપથગ્રહણ કર્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી અને મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા હતા. ત્યારે ગુજરાતની સાથો સાથ હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની જીત થઇ છે. ત્યારે નવી સરકાર આજે શપથ ગ્રહણ કરવાની છે.

મહત્વનું છે કે, હિમાચલ પ્રદેશમાં ભાજપે 44 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો પર જીત મળી છે. અને અન્યના ફાળે 3 બેઠકો છે. જેને લઇ આજે ભાજપ સરકાર શપથ ગ્રહણ કરશે.

 

No votes yet.
Please wait...