Rahul Gandhi એ PM મોદીને બાળકોના કુપોષણ અને અદાણીને આપેલી હોસ્પિટલ મુદ્દે પૂછ્યો સવાલ


 

Rahul Gandhi એ આજે તેમના PM મોદીને બાળકોના કુપોષણ અને અદાણીને આપેલી હોસ્પિટલ મુદ્દે પૂછ્યો સવાલ પૂછ્યો છે. રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે જો ગુજરાતમાં વિકાસ થયો છે તો રાજ્યના ૩૯ ટકા બાળકો કુપોષિત કેમ છે. તેમજ દર હજારે ૩૩ બાળકોને નવજાત મૃત્યુના શિકાર કેમ બને છે. તેમજ રાજ્યમાં એક તરફ મેડીકલ સેવા મોંધી થઈ રહી છે અને ડોકટરોનો પણ અભાવ છે. તેમજ આ બધા વચ્ચે ભુજમાં સરકારે અદાણીને ૯૯ વર્ષ માટે હોસ્પિટલ આપી દીધી છે તે મુદ્દો પણ પૂછ્યો છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા જ તમારું આરોગ્ય પ્રબંધન છે.

ઉલ્લેખનીય છે કે, Gujarat વિધાનસભાની ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણીને લઈને પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. તેવા સમયે રાહુલ ગાંધીએ ગુજરાત મુદ્દે પીએમ મોદીને પૂછવાના શરુ કરેલા સાતમા સવાલમાં આજે રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વધેલી મોંધવારી પર વાર કર્યો છે.

રાહુલ ગાંધીએ લખ્યું છે કે , જુમલાની બેવફાઈ મારી ગઈ, નોટબંધીની લુટ મારી ગઈ,જીએસટી સમગ્ર કમાણી લઈ ગઈ અને બાકી કશું વધ્યું તે મોંધવારી લુંટી ગઈ. વધતા ભાવ જીવન નિર્વાહ મુશ્કેલ બસ અમીરોની બનશે ભાજપ સરકાર

આગળ આ ટ્વીટમાં ફોટો પણ મુકવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૪ના ચીજ વસ્તુઓના ભાવ અને વર્ષ ૨૦૧૭માં ચીજ વસ્તુઓના ભાવને સરખાવવામાં આવ્યા છે, જેમાં ગેસ સીલીન્ડરથી લઈને ડીઝલની કિંમતો દર્શાવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૪ થી અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવમાં ૧૧૩ થી ૧૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમજ ભાજપ કર્યો ગહેરો વાર, બહુ થયો મોંધવારીનો વાર, મોંધુ શિક્ષણ, મોંધો ઈલાજ , ગુજરાત પર મોંધવારીનું રાજ જેવા સ્લોગન પણ આ બેનરમાં મુકવામાં આવ્યો છે.

No votes yet.
Please wait...