Gujarat માં બે દાયકાથી ચાલતા કાંડનો જનતા પર્દાફાશ કરશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા


 

અમદાવાદ: વિશ્વની સૌથી મોટી શક્તિ છે તો એ છે પ્રજા તંત્ર. આ પ્રજા તંત્રમાં છેલ્લા બે દાયકાથી Gujarat માં ચાલી રહેલા વિવિધ કાંડનો જનતા પર્દાફાશ કરશે તેમ કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે સુરત ખાતે જણાવ્યું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા Gujarat વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે આજે સુરત આવ્યા છે.

આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આજે વાતાવરણમાં જે કઈ પણ ફેરફાર થઇ રહ્યો છે, તે એક સંકેત જ છે.

હું ગુજરાતનો જમાઈ છું તેમ કહીને તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી જો કોઈ શક્તિ હોય છે એ છે પ્રજા તંત્ર (લોકશાહી). ગુજરાતમાં ૨૨ વર્ષથી જે કાંડ ચાલી રહ્યા છે તેનો પર્દાફાશ હવે ગુજરાતની જનતા કરશે.

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ઈશ્વર ફાર્મ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ખેડૂતોની વાત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ વીજળી, પાણી, ઉત્પાદનના ભાવ વધી ગયા છે. જેના કારણે રાજ્યનો ખેડૂત દુઃખી થયો છે.

મોદીએ કીધું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવ રૂ. ૧૫૦૦ સુધી લઇ જશું, પરંતુ કોંગ્રેસના વખતમાં આજ ભાવ રૂ. ૧૩૦૦ હતા. આજ કહાણી શાકભાજીની પર છે. શેરડીના ભાવમાં પર ઘણો ફેરફાર છે. જેમાં ઇન્કમટેક્ષ લાગુ પાડવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો પોતાને નબળા માનવા લાગ્યા છે. શિક્ષણમાં પણ આવી જ હાલત ઉદભવી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત મોડલની વાત કરીએ તો એ કોઈ સરકારી અમાનત નથી એ જનતાની અમાનત છે.

આજે ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં ૫૦ હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. ગુજરાતમાં ૧૫ લાખથી વધુ લોકો બેરોજગાર છે.

દેશમાં ‘કમળનું ફુલ હમારી ભૂલ’ના નારા લાગે છે. રામ મંદિરનો મુદ્દો કોર્ટ સમક્ષ છે અને તેનું સન્માન બધાએ કરવું જોઈએ.

કપિલ સિબ્બલે જે કહ્યું એ એક વકીલ તરીકે કહ્યું છે, તેમના વ્યવસાય માટે તે સ્વતંત્ર છે અને કોંગ્રેસ તેનો જવાબ ના આપી શકે.

No votes yet.
Please wait...