જિગ્નેશ મેવાણીના કાફલા ઉપર હુમલો, BJP ઉપર લાગ્યો આરોપ


 

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દલિત નેતા જિગ્નેશ મેવાણીની કાર ઉપર હુમલો કરવાની ઘટના બની છે. જો કે, આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ આ હુમલા માટે ભાજપ (BJP)ને જવાબદાર ગણાવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી રહેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીના કાફલા ઉપર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલા અંગે દલિત નેતા મેવાણીએ આરોપ લગાવ્યો છે કે આ હુમલો ભાજપ (BJP)ના કાર્યકર્તાઓ તેમના કાફલાના વાહનો ઉપર પથ્થરમારો કર્યો હતો.

૩૪ વર્ષીય દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ (એસસી) સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેમને બહારથી સમર્થન આપવામાં આવ્યું છે. અમદાવાદથી ૨૦૦ કિમી દૂર આ એસસી અનામત બેઠક છે.

આ હુમલા અંગે પોલીસ દ્વારા જણાવાયું છે કે, જિગ્નેશ મેવાણીના કાફલાની એક કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો છે. જેના કારણે તેમની કારની બારીનો કાચ તૂટી ગયો છે. જો કે આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.

જિગ્નેશે ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે, “ચૂંટણીમાં જે જીતી રહ્યા છે તેમની ઉપર હુમલાઓ કરાવો, આ આઈડિયા તમારો છે કે પછી અમિત શાહનો? આ તો ગુજરાતની પરંપરા નથી.”

No votes yet.
Please wait...