Photos: આ છે ટેલીવિઝનની બ્યુટીફૂલ ખલનાયિકાઓ


1. નાના પડદાની ખલનાયિકાઓ

ફિલ્મોમાં જે પ્રકારે હિરો-હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

2. અદા ખાન

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

3. અનિતા હસનંદાની

‘યે હે મોહબ્બતે’ માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

4. લીના યાદવ

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

5. સૈયંતી ઘોષ

સિરીયલ ‘ઇતના ભી કરો ના મુજસે પ્યાર’ માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

6. ઉર્વશી ધોળકીયા

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ ‘કસોટી જિંદગી કી’ માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

No votes yet.
Please wait...