શ્રીલંકા સામેની વનડે મેચના સમયમાં BCCI એ કર્યો ફેરફાર


 

ટીમ ઇન્ડિયા સામે શ્રીલંકા ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ માટે ભારતના પ્રવાસ પર છે. બંને ટીમની વચ્ચે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી પરંતુ હવે બીસીસીઆઈ (BCCI) એ એક મોટો ફેરફાર કર્યો છે.

ખરેખર બીસીસીઆઈએ વનડે સીરીઝની પ્રથમ બે મેચના સમયમાં ફેરફાર કર્યો છે. વાતાવરણને ધ્યાનમાં રાખતા બોર્ડે મોહાલી (૧૦ ડિસેમ્બર) અને ધર્મશાળા (૧૩ ડિસેમ્બર) માં રમાવનારી મેચના સમયમાં ફેરફાર કર્યો છે.

ગાવે આ બંને મેચ પોતાના ભૂતપૂર્વ નિર્ધારિત સમયના બે કલાક અગાઉ શરૂ થશે. આ અગાઉ મેચ શરૂ થવાનો સમય બોપરે ૧:30 વાગ્યા ના હતો પરંતુ ઉત્તર ભારતના વાતાવરણના ધ્યાન રાખતા હવે બંને મેચ સવારે ૧૧:૩૦ થી શરૂ થશે.

બીસીસીઆઈ સચિવ અમિતાભ ચૌધરીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “બીસીસીઆઈએ બંને યજમાન એસોસિયેશનો હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન અને પંજાબ ક્રિકેટ એસોસિયેશનથી સંપર્ક કર્યા બાદ શ્રીલંકા સામે આગામી ત્રણ વનડે મેચની સીરીઝની શરૂઆતી બે મેચના સમયમાં ફેરફાર કર્યો છે.”

સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ વિશાખાપટ્ટનમમાં ૧૭ ડિસેમ્બરે રમાશે. આ મેચના સ્મ્યામાં બીસીસીઆઈએ કોઈ ફેરફાર કર્યો નથી.

No votes yet.
Please wait...