ત્રીજી ટેસ્ટ અને વનડે સીરીઝથી બહાર થયા બાદ હવે હવે આ ટીમથી રમશે Lokesh Rahul


 

ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ ટીમથી ઓપનર બેટ્સમેન Lokesh Rahul ને બહાર બેસાડવામાં આવ્યા છે અને તેમને વનડે સીરીઝમાં પણ પસંદ કરવામાં આવ્યા નથી. આ દરમિયાન કર્ણાટકના આ ખેલાડીને તેમના બોર્ડે બીસીસીઆઈથી તેમને રીલીઝ કરવાનું જણાવ્યું છે.

કર્ણાટક ક્રિકેટ એસોસિએશન ઈચ્છે છે કે, જો તે શ્રીલંકા સીરીઝમાં આગળ વધુ નહિ રમવાનો તેમને રીઝ્લી કરવામાં આવે જેથી તે આગામી રણજી ટ્રોફીમાં પોતાની સ્ટેટ માટે ક્વાર્ટર ફાઈનલમાં રમી શકે.

તેમ છતાં ટીમ ઇન્ડિયામાં લોકેશ રાહુલને મુરલી વિજય અને શિખર ધવનથી જોરદાર ટક્કર મળી રહી છે. જયારે લોકેશ રાહુલ આ સીરીઝમાં પોતાની બેટિંગથી ખાસ કરી શક્યા નથી માત્ર કોલકાતા મેચની બીજી ઇનિંગમાં તેમને ૭૯ રનની ઇનિંગ રમી હતી તેના સિવાય તે સતત નિષ્ફળ રહ્યા છે.

રણજીની ક્વાર્ટર ફાઈનલ ૭ ડિસેમ્બરથી મુંબઈ અને કર્ણાટકની વચ્ચે રમાશે. આ દરમિયાન કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનને આશા છે કે, લોકેશ રાહુલ મેચ પહેલા તેમના માટે ઉપલબ્ધ રહેશે.

No votes yet.
Please wait...