કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું Face Mask


1. કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું ફેસ માસ્ક

દરેક વ્યક્તિ સુંદર ત્વચા ઈચ્છે છે. લોકો જેટલું શક્ય હોય તેટલું સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવાના ઉપાય કરે છે. જોકે, બજારમાં મળતા બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ, કોસ્ટમેટિક અને સર્જીકલ પ્રક્રિયાઓને અપનાવે છે. તમે પણ જાણો છો કે, પ્રાકૃતિક વસ્તુઓથી વધીને કોઈ ઉપાય નથી. મોટેભાગે લોકો સુંદર ત્વચા મેળવવા માટે કોસ્ટમેટિકની સરખામણીએ પ્રાકૃતિક રીતો અપનાવી રહ્યા છે.

2. કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું ફેસ માસ્ક

આ ત્રણેય સામગ્રીઓને ભેળવીને બનેલું Face Mask કેટલીક મિનિટોમાં તમને એવી ત્વચા આપશે, જેવી ત્વચા તમે ઈચ્છો છો. આ માસ્ક તમારી ત્વચાને સૂરજનાં નુકસાનદાયક કિરણોથી પણ બચાવે છે અને યુવી કિરણોથી થયેલ નુકસાનને પણ ઠીક કરે છે. આ તમારી ત્વચાને ન માત્ર ઉનાળા માટે તૈયાર કરે છે, પરંતુ તમને જવાબ ત્વચા પણ આપે છે.

3. કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું ફેસ માસ્ક

કોથમીર ઘણા લોકોને આશ્ચર્ય હશે, પરંતુ લીલી કોથમીર ઘણી જ પ્રભાવી હોય છે અને તેમાં પ્રાકૃતિક એન્ટીઇન્ફલેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જ્યારે તમે ડેમેજ ત્વચાને સુધારવા માટે કોથમીર એક સારો વિકલ્પ છે. પારંપરિક રીતે કોથમીરનો ઉપયોગ વાગેલા ઘા, ખંજવાળ અને જંતુનાં કરડવાનાં ઈલાજમાં કરવામાં આવે છે.

4. કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું ફેસ માસ્ક

કોથમીરનું ફેસ માસ્ક કેવી રીતે બનાવશો?
એક બાઉલ લો. તેમાં ૧/૨ કપ સમારેલી કોથમીર લો. હવે કોથમીરમાં થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં ૨ ચમચી એપલ સાઈડર વિનેગર ભેળવો. ૩ ચમચી સાદા દહીંમાં બધી સામગ્રીઓને સારી રીતે ભેળવો.

5. કોમળ ત્વચા માટે લગાવો કોથમીરનું ફેસ માસ્ક

માસ્ક કેવી રીતે લગાવશો?
આ મિશ્રણને ચહેરા પર લગાવો. પેસ્ટ લગાવતા સમયે સંવેદનશીલ ભાગો જેવા કે, આંખ અને હોઠ પર ન લગાવો. તેને ૨૦ મિનીટ સુધી લગાવેલું રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો. તમે આ માસ્કને સપ્તાહમાં બે વાર લગાવી શકો છો. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે, તમારી ત્વચા કોથમીર પ્રતિ સંવેદનશીલ તો નથી.

No votes yet.
Please wait...