E-Wallet ડાઉનલોડ કરતા પહેલા ચેક કરો આ ખાસ વિગતો


1. E-Wallet

દેશની અર્થવ્યવસ્થાને ડીજીટલ બનાવવા માટે સરકાર પહેલ કરી રહી છે. તેવામાં ઓનલાઈન લેણ-દેણ, E-Wallet થી પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખુદ ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત કહી છે. તેવામાં સૌથી મોટી સમસ્યા છે કે, અસલી-નકલી ઈ-વોલેટની ઓળખ કેવી રીતે કરવામાં આવે. આ સેફ પેમેન્ટ માટે સૌથી જરૂરી છે.

2. ઈ-વોલેટ

તેના પર સાઈબર એક્સપર્ટથી જાણકારીઓ હાંસલ કરી હતી. જ્યારે પણ આપણે ઈ-વોલેટ કંપનીનું નામ ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરો છીએ તો તે નામની કેટલીક એપ સ્ક્રીન પર આવે છે. તેવામાં અસલી કઈ છે, તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે.

3. ઈ-વોલેટ

અસલી અને નકલી વચ્ચેનો ફરક અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે શું કરશો, તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
– કોઈ પણ ઈ-વોલેટ એપને ડાઉનલોડ કરતા પહેલા ઠીક તેના નીચે લખેલ કંપની/ડેવલપરનું નામ ચેક કરો.
– ઈ-વોલેટને ડાઉનલોડ કરતા પહેલા તેને આપવામાં આવેલ રેટિંગને ચેક કરો.

4. ઈ-વોલેટ

– તે જરૂર ધ્યાનમાં રાખો કે, એપને કેટલા લોકોએ ડાઉનલોડ કરી છે. કેટલીક વખત મોટેભાગે ડાઉનલોડ કરવામાં આવેલ એપ સમજ્યા વગર ડાઉનલોડ કરે છે. તે પહેલા તેના વિશે જાણકારી જરૂરથી પ્રાપ્ત કરી લો.

– કોઈ પણ એવા ઈ-વોલેટ પર પોતાનો કોડ અથવા પાસવર્ડ સેવ ન કરો. ઈ-વોલેટ ડાઉનલોડ કરતા પહેલા તેનો સ્પેલિંગ જરૂર ચેક કરો.

5. ઈ-વોલેટ

– વેલિડ સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરો. કારણ કે, ઓથેન્ટિકેટેડ એપ સીધા એપ સ્ટોર પર જઈને જ ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઓનલાઈન લીંકનો સહારો ન લો.

– ઈ-વોલેટથી પેમેન્ટ કરવું ઘણું જ સરળ અને સુવિધાજનક છે, પરંતુ જરૂરી છે કે તમે પૂરી સાવધાની રાખો.

No votes yet.
Please wait...