બોલિવુડ એક્ટ્રેસ Urvashi Sharma એ આપ્યો પુત્રને જન્મ


બોલિવુડ એક્ટ્રેસ Urvashi Sharma ઉર્ફે રૈના જોશીના ઘરે ખુશીઓએ દસ્તક આપી દીધી છે. જી હાં, વર્ષ ૨૦૧૦ માં આવેલ ફિલ્મ ‘ખટ્ટા-મીઠા’ માં અક્ષય કુમારની બહેનના રોલમાં નજર આવેલ એક્ટ્રેસ Urvashi Sharma માતા બની છે. ૨૬ નવેમ્બરે તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. જો કે, ડોક્ટરે તેને ડિલીવરી ડેટ ડિસેમ્બરની આપી હતી પરંતુ મહિનો શરુ થયા પહેલા તેમણે એક પુત્રને જન્મ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી શર્માનું બેબી શાવર ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું. જેમાં રૈના યલો અને લાઈટ ફિરોજી કલરના ગાઉનમાં વધારે બ્યુટીફૂલ લૂકમાં નજર આવી હતી. રૈનાના બેબી શાવરમાં ફેમીલી મેમ્બર્સની સાથે તેમના ક્લોઝ ફ્રેન્ડ્સ પણ નજર આવ્યા હતા. તે દરમિયાન ટીવી એક્ટર શબ્બીર આહલુવાલિયા અને કાંચી કોલ પણ નજર આવ્યા હતા.

ઉર્વશી શર્માએ એક્ટર અને બિઝનેશમેન સચિન જોશી સાથે વર્ષ ૨૦૧૨ માં લગ્નગ્રંથીથી જોડાઈ હતી. ત્યારબાદ ઉર્વશીએ તેનું નામ બદલી રૈના જોશી કર્યું હતું. આ કપલને એક પુત્રી છે અને હવે તેમને બીજું બાળક છે. પુત્રીનું નામ સમાઈરા છે. ઉર્વશીએ ફિલ્મ ‘નકાબ’ થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ૨૦૦૭માં આવી હતી. ત્યારબાદ ઉર્વશી બાબર, ખટ્ટા-મીઠા, આક્રોશ અને ચક્રધારા જેવી ફિલ્મોમાં નજર આવી હતી. ઉર્વશીએ ટીવી પર પણ ‘અમ્મા’ સીરીયલ થી ડેબ્યુ કર્યું છે.

No votes yet.
Please wait...