ફક્ત ૧ સ્ટીકરની મદદથી ચાર્જ થઇ જશે તમારો Smartphone!


 

1. સ્ટીકરની મદદથી ચાર્જ થઇ જશે Smartphone

લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા કોઈ પણ વાયર વગર કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણને ચાર્જ કરી શકાશે. તેનાથી એવા ઉપકરણ પણ ચાર્જ થઇ શકશે, જેમાં વાયરલેસ ચાર્જીંગની સુવિધા આપવામાં આવી નથી. આ પ્રકારે એપલ આઈફોન અને આઈપેડને પણ ચાર્જ કરવામાં કારગર સાબિત થાય છે. વાયરલેસ Sticker ચાર્જરને ફ્રાંસનાં સ્ટાર્ટ-અપે ડેવલોપ કર્યું છે.

2. સ્ટીકરની મદદથી ચાર્જ થઇ જશે સ્માર્ટફોન

લાસ વેગાસમાં CES વ્યાપાર શો દરમિયાન તેને રજૂ કરવામાં આવ્યું હતું. તે સ્ટીકરનું નામ એનર્જી સ્ક્વેર આપવામાં આવ્યું છે, જેમાં બે પાર્ટ હોય છે. સ્ટીકર અને ચાર્જીંગ પેડ.

3. સ્ટીકરની મદદથી ચાર્જ થઇ જશે સ્માર્ટફોન

એનર્જી સ્ક્વેરમાં એક ચાર્જીંગ પેડ અને એક સ્ટીકર છે, જેને એક ઉપકરણની પાછળ લગાવવામાં આવે છે. સ્ટીકર માઈક્રો-યૂએસબી, યૂએસબી-સી અથવા લાઈટિંગ સાથે બે ઇલેક્ટ્રોડને સમર્થન આપે છે. જેનાથી ઉપકરણ ચાર્જીંગ પોર્ટ સાથે જોડાયેલો હોય છે. એક વખત ઉપકરણનાં પેડ પર રાખવામાં આવ્યા બાદ ચાર્જીંગ શરૂ થઇ જાય છે.

4. સ્ટીકરની મદદથી ચાર્જ થઇ જશે સ્માર્ટફોન

સ્ટીકરનો એક ગેરફાયદો તે છે કે, આ ઉપકરણને ચાર્જીંગ પોર્ટને અવરોધ આપે છે અને જો તમે ઉપકરણોને સામાન્ય રીતે ચાર્જ કરવા માંગે છો, તો સ્ટીકરને હટાવવાની જરૂર હોય છે. કંપનીએ આ ખામીને સ્વીકારી છે અને દાવો કર્યો છે કે, તેનાં પાછળ એક પોર્ટ સામેલ થશે. એનર્જી સ્ક્વેરની કિંમત ૮૯ ડોલર છે. તેમાં એક ચાર્જીંગ પેડ અને પાંચ સ્ટીકર સામેલ થાય છે.

No votes yet.
Please wait...