સ્માર્ટફોન માટે જરૂરી છે આ ખાસ Accessories…


1. Smartphone Accessories

સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર યુઝર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે. માર્કેટમાં સ્માર્ટફોન લો બજેટ રેંજથી પ્રીમિયમ રેંજ સુધી ઉપલબ્ધ છે. તેવામાં સસ્તા અને મોંઘા સ્માર્ટફોન ખરીદનાર યુઝર્સ તેનાથી જોડાયેલ કેટલીક Accessories ને જરૂર ખરીદે. આ Accessories થી તમારા ફોનની લાઈફ વધશે. તેની સાથે, સુંદરતા પણ વધી જશે.એટલું જ નહિ, આ એસેસરીઝ હંમેશા કામમાં પણ આવશે. સ્માર્ટફોન સાથે જોડાયેલ આ એસેસરીઝમાં પોર્ટેબલ સ્પીકર, વોટરપ્રૂફ ફોન કેસ, ફોન ક્લીનર, ફોન હોલ્ડર, બમ્પર કેસ, સ્ક્રીન ગાર્ડ, માઈક્રો SD કાર્ડ સામેલ છે. આ એસેસરીઝ કોઇપણ સ્માર્ટફોનનો જરૂરી ભાગ છે.

2. પોર્ટેબલ સ્પીકર્સ

ગીત સાંભળવું દરેકને પસંદ છે. લોકો ઘણીવાર પોતાના સ્માર્ટફોનમાં ઘણા ગીતો સ્ટોરેજ કરીને રાખતા હોય છે, જેને હેડફોન અથવા ફોન સ્પીકર પર સાંભળતા હોય છે, પરંતુ સ્માર્ટફોનના ગીત સાંભળવાની મજા તે સમયે વધી જાય છે, જ્યારે તેને કોઈ સ્પીકર સાથે કનેક્ટ કરી લેવામાં આવે. હેડફોન પર લાંબા સમય સુધી ગીત સાંભળવા કાન માટે નુકસાનકારક છે.

3. વોટરપ્રૂફ ફોન કેસ

ફોનને ઘણીવાર પાણીથી બચાવીને રાખવો પડે છે. ઘણીવાર વરસાદની સિઝનમાં ફોન પલળવાની ચિંતા હોય છે. તેવામાં આપણે પ્લાસ્ટિકના પેકેટનો ઉપયોગ કરવો પડે છે. જો કે, ફોનને પાણીથી બચાવવાનો સૌથી સારો ઉપાય વોટરપ્રૂફ ફોન કેસ છે. આ કેસમાં ફોનને રાખ્યા પછી તમે પાણીમાં મોબાઈલની ચિંતા કર્યા વગર પલળી શકો છો, કારણકે આ કેસમાં આવ્યા પછી તમારો મોબાઈલ સરખી રીતે સેફ થઈ જાય છે.

4. ફોન ક્લીનર્સ

સ્માર્ટફોનની સ્ક્રીનનો સતત ઉપયોગ થાય છે. તેવામાં તે ઘણો ગંદો થઈ જાય છે અને સરખી રીતે કામ કરતો નથી. તેવામાં સ્ક્રીનને સાફ કરવા માટે ફોન ક્લીનરનો ઉપયોગ કરો. ક્લીનરથી સ્ક્રીન સાફ કર્યા પછી તે સંપૂર્ણ રીતે ચમકવા લાગે છે અને ટચ પણ સારું કામ કરે છે.સૌથી ખાસ વાત એ છે કે, ક્લીનર માત્ર મોબાઈલને સાફ કરનાર હોવું જોઈએ.

5. ફોન હોલ્ડર

ઘણીવાર એવું હોય છે કે, ઘર પહોચ્યા પછી આપણે આપણા સ્માર્ટફોનને ક્યાંય પણ મૂકી દેતા હોય છે. તેવામાં તે ગંદો તો થાય છે, ઘણીવાર આપણે ભૂલી પણ જતા હોય છે કે, ફોન ક્યા રાખ્યો હતો. તેવામાં ફોન રાખવાની એક ફિક્સ જગ્યા હોવી જોઈએ. તેના માટે તમારી પાસે ફોન હોલ્ડર હોવું જોઈએ, જેથી તમે તમારો ફોન હંમેશા હોલ્ડર પર જ રાખો. હવે તો માર્કેટમાં શાનદાર ડિઝાઈનર ફોન હોલ્ડર મળે છે.

6. બમ્પર કેસ

ફોન ઘણીવાર હાથથી છુટી જતો હોય છે, તેવામાં તેની સ્ક્રીનની સાથે સાઈડથી ડેમેજ થવાનો પણ ભય હોય છે. આ સ્થિતિથી બચાવવા માટે ફોનને બમ્પર કેસથી કવર કરવું જોઈએ. આ કેસથી ફોન ચારેય તરફથી સેફ થઈ જાય છે. તેની સાથે, ઘણા ડિફરન્ટ કલર્સના કેસ સાથે તેની સુંદરતા પણ વધી જાય છે. તેમાં રબર અને મેટેલિક બંને પ્રકારના કેસ આવે છે.

7. સ્ક્રીન ગાર્ડ

કોઇપણ સ્માર્ટફોન યુઝર્સ માટે સ્ક્રીન ગાર્ડ વધારે જરૂરી છે. તે ફોનની સ્ક્રીનને સ્ક્રેચ થવાથી બચાવે છે. તેને સ્ક્રીન પર લગાવવું વધારે સરળ હોય છે.

8. MicroSD કાર્ડ

બજેટ સ્માર્ટફોનમાં ઘણીવાર ઇન્ટરનલ મેમેરી ઓછી હોય છે. તેવામાં જો યુઝર્સ ઓડિયો અને વિડિયો ગીતોના શોખીન હોય તો તે નિરાશ થઈ જાય છે. તેવામાં ફોનની મેમરીને વધારવા માટેનો બેસ્ટ ઓપ્શન MicroSD કાર્ડ છે. તમારો સ્માર્ટફોન જેટલા GB ના MicroSD કાર્ડને સપોર્ટ કરી શકે છે તમે તેટલી જ ફોનની મેમરી વધારી શકો છો.

9. પાવરબેંક

મોબાઈલની સાથે એક જ ચાર્જર આવે છે. તેવામાં બહાર જવા પર ફોનને ચાર્જ કરવાની સમસ્યા થઈ જતી હોય છે. ખાસ કરીને,જ્યારે તમે બસ અને ટ્રેનમાં સફર કરી રહ્યા હોય ત્યારે ફોનને ચાર્જ કરવાની સૌથી વધુ સમસ્યા રહે છે. તેવામાં તમે એક એક્સ્ટ્રા ચાર્જર કેરી કરી શકો છો. બીજી તરફ, બસ અને ટ્રેન માટે તમે પાવરબેંક ચાર્જર લઈ શકો છો.

No votes yet.
Please wait...