ભારતે બનાવ્યો World Record, સુખોઈ જેટથી બ્રહ્મોસ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


 

નવી દિલ્હી: બુધવારનો દિવસ ભારતીય સેનાના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. પહેલી વખત સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઈટર જેટથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને World Record બનાવ્યો છે.

ભારતના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આ અવસરે કહ્યું હતું કે સુખોઈ-૩૦એમકેઆઈ લડાકુ વિમાનથી સફળતાપૂર્વક બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કરીને ભારતે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિની માટે ટીમ બ્રહ્મોસ અને ડીઆરડીઓ ભારતને શુભેચ્છાઓ પાઠવી છે.

અવાજથી ત્રણ ગણી ઝડપથી ચાલે છે બ્રહ્મોસ:

બ્રહ્મોસ મિસાઈલ અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ એટલે કે ૨.૮ માકની ગતિથી દુશ્મનની સીમામાં પ્રવેશી શકે છે. પહેલી વખત આ ખતરનાક મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઈટરથી છોડવામાં આવી હતી અને આ પરીક્ષણ સફળ રહ્યું છે.

જમીનની સાથોસાથ હવે બ્રહ્મોસ મિસાઈલને હવામાંથી દુશ્મનના ઠેકાણાંને બરબાદ કરવા માટે આનો ઉપયોગ કરી શકાશે.

અત્રે જણાવવું જરૂરી છે કે બ્રહ્મોસ મિસાઈલ જમીનની નીચે પરમાણું બંકરો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને સામુદ્રની ઉપર ઉડી રહેલા એરક્રાફ્ટસને દુરથી જ નિશાન બનાવવામાં સક્ષમ છે.

છેલ્લા એક દસકામાં ભારતીય સેના (આર્મી)એ ૨૯૦ કિલોમીટરની રેંજમાં જમીન ઉપર પ્રહાર કરવાવાળી બ્રહ્મોસ મિસાઈલને અગાઉથી પોતાના દળમાં શામેલ કરી લેવામાં આવી છે.

No votes yet.
Please wait...