Banking માલવેર જે ફેસબુક અને જીમેલનો પાસવર્ડ કરી રહ્યો છે ચોરી!


 

રોમાનિયન સાયબર સિક્યોરિટી અને એન્ટી વાઈરસ કંપની બિટડીફેન્ડરે એક બેંકિંગ માલવેર શોધ્યું છે. સંશોધકોએ તેને Terdot નામ આપ્યું છે. જેને ફર્સ્ટ ટાઈમ ૨૦૧૬ માં શોધવામાં આવ્યું હતું. આ એક બેંકિંગ ટ્રોજન છે અને લોગઈન પાસવર્ડ ચોરી કરવા માટે મેઈન ઈન ધ મિડલ અટેક કરે છે. તેનાથી ફક્ત લોગઈન પાસવર્ડ જ નહિ પરંતુ બેંક સાથે જોડાયેલ માહિતી જેવી કે, ક્રેડિટ કાર્ડ માહિતી અને ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ પણ ઉડાવી શકે છે. તે લગભગ ૭ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૧ નું ફેમસ ટ્રોજન Zeus પર આધારિત છે.

સિક્યોરિટી ફર્મ બિટડીફેન્ડરનું કહેવું છે કે, આ માલવેયરે કેનાડાની બેંકોને નિશાન બનાવ્યા છે. તે અન્ય વેબસાઈટ દ્ધારા યુઝરના યુઝરનેમ અને પાસવર્ડ ચોરી કરી લે છે. Zeus ટ્રોજનની જેમ Terdot પણ બ્રાઉઝર દ્ધારા અટેક કરે છે અને બ્રાઉઝિંગ પ્રોસેસમાં પોતાને ઈન્જેક્ટ કરે છે. Terdot નામનું આ માલવેયર આપોઆપ ડાઉનલોડ થઇ રન કરે છે અને તે કોઈપણ ફાઈલ ટાઈપમાં આવી શકે છે. ડિટેકશનથી બચવા માટે તે કોઇપણ અટેચમેન્ટમાં આવી શકે છે. આ બેંકિંગ માલવેયરને લઈને કંપનીએ ખાસ ગાઈડલાઈન પણ જારી કરી અને પીડીએફ ફાઇલમાં તેની સાથે જોડાયેલા તમામ માહિતી પણ છે. જ્યાંથી તમે તેનાથી બચવા માટેની રીત જાણી શકો છો.

No votes yet.
Please wait...