મ્યુઝીકના શોખીન માટે ખાસ Bluetooth Speakers


1. Bluetooth Speakers

Bluetooth Speakers ની સૌથી સારી વાત તે છે કે તેની મદદથી તમે કોઈપણ જગ્યાએ, જ્યારે ઈચ્છો ત્યારે સોંગ સાંભળી શકો છો. પરંતુ નાનું બ્લૂટૂથ સ્પીકર ખરીદવું સરળ નથી. કારણ કે, બજેટ સેગ્મેન્ટમાં ઘણા બધા ઓપ્શન્સ છે. જો તમે ૨,૦૦૦ રૂપિયામાં વાયરલેસ સ્પીકર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે કેટલાક સ્પીકરનું લીસ્ટ લઈને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઈડમાં કે તમારા માટે કયું છે બેસ્ટ…

2. Portronics Posh

આ પોર્ટેબલ સ્પીકરમાં બે ઇનબિલ્ટ 6W સ્પીકર્સ લાગેલા છે. તેમાં કોલિંગ માટે બિલ્ટ-ઇન માઈક્રોફોન પણ લગાવેલું છે. આ સ્પીકરની કિંમત ૧,૫૯૯ રૂપિયા છે. તેમાં Aux-in ફંક્શનાલીટી પણ છે. જેનાથી તમે બ્લૂટૂથનાં બદલે સીધા તમારા સ્માર્ટફોનથી ઓક્સ કેબલ દ્વારા સોંગ સાંભળી શકો છો. તેમાં LED ઈન્ડીકેટર પણ આપવમાં આવ્યું છે.

3. Philips BT64B/94

આ સ્પીકરની ડીઝાઈન કોમ્પેક્ટ છે અને તેને ઘણા બધા ડિવાઈસીસ સાથે કનેક્ટ કરી શકાય છે, અન્ય સ્પીકર્સની જેમ તેમાં બિલ્ટ-ઇન માઈક્ર લાગેલું છે. જેનાથી કોલ્સને સરળતાથી હેન્ડલ કરી શકો છો. બ્લૂટૂથ કનેક્ટિવિટી સિવાય માઈક્રોએસડી કાર્ડ લગાવીને સોંગ સાંભળી શકો છો.

4. LeTv Bluetooth Speaker

LeTv નું બ્લૂટૂથ સ્પીકર ૨૭૦ ડિગ્રી સાઉન્ડ એક્સ્પીરીયન્સ આપવાનો દાવો કરે છે. તેની કિંમત ૧,૯૯૯ રૂપિયા છે. તેમાં ૧,૨૦૦ mAh બેટરી લાગેલી છે. કંપનીનો દાવો છે કે, આ ૮ કલાક સુધી મ્યુઝીક પ્લેય કરી શકે છે. તેમાં એક બટન છે, જેનાથી બ્લૂટૂથ ડિવાઈસને લિંક કરી શકાય છે.

5. Portronics POR-280 Sound Pot

આ સ્પીકરની કિંમત ૧,૨૨૦ રૂપિયા છે અને તેને એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસીસ સાથે ઉપયોગ કરી શકાય છે. યુઝર્સ ૨ ડિવાઈસીસ એક સમય પર કનેક્ટ કરી શકો છો. આ ડિવાઈસ ઘણું જ કોમ્પેક્ટ છે. તેમાં રબરાઈઝ્ડ ફિનીશ આપવામાં આવ્યું છે. કંપની મુજબ તેમાં ૭ કલાકનો બેટરી બેકઅપ આપે છે.

6. Logitech X50

આ એક મીની બ્લૂટૂથ સ્પીકર છે. આ નાની હાઉસ પાર્ટીઝ માટે સારું ડિવાઈસ છે. એક વાર ચાર્જ કર્યા બાદ તે ૫ કલાક સુધી મ્યુઝિક પ્લે કરી શકે છે. તેનું ઓડિયો આઉટપુટ ઘણું લાઉડ અને ક્લીયર છે.

7. Altec Lansing Mini H2O

૧,૪૯૯ રૂપિયાનું આ સ્પીકર વોટરપ્રૂફ, સેન્ડપ્રૂફ, સ્નોપ્રૂફ, ડસ્ટપ્રૂફ છે. તેમાં બિલ્ટ-ઇન માઈક પણ આપવામાં આવ્યું છે. એક વાર ચાર્જ કરવા પર ૬ કલાક સુધી મ્યુઝિક પ્લે કરી શકે છે.

8. Xiaomi Mi Bluetooth Speaker

શાઓમી Mi બ્લૂટૂથ સ્પીકરની બોડી મેટલથી બનેલી છે અને તેનું વજન માત્ર ૨૭૦ ગ્રામ જ છે. બ્લૂટૂથ ૪.૦ કનેક્ટિવિટીવાળા સ્પીકરમાં માઈક પણ આપવામાં આવ્યું છે. તેમાં માઈક્રોએસડી કાર્ડ પણ લગાવી શકાય છે. કંપનીનું કહેવું છે કે તેની એલ્યુમિનિયમ બોડી તેનેડસ્થી બચાવે છે. તેમાં ૧,૫૦૦ mAh ની બેટરી આપવામાં આવી છે.

No votes yet.
Please wait...