Coconut Oil ઘણું જ લાભકારી માનવામાં આવે છે. Coconut Oil માં ઘણા બધા પ્રાકૃતિક અને ઔષધિય ગુણ પણ રહેલા છે. નાળીયેરના તેલનાં દૈનિક ઉપયોગથી તમને ઘણા જ સ્વાસ્થ્યનાં લાભ થાય છે. તેમજ નાળીયેરનું તેલ અલગ-અલગ ઇન્ફેકશન સામે લડે છે.
2. કોકોનટ ઓઈલ
નાળીયેરનું તેલ બધા પ્રકારની ત્વચા માટે વધારે લાભકારી છે. ખાસ કરીને સુકી ત્વચા માટે નાળીયેરનું તેલ વરદાન જેવું છે. સુકી ત્વચાને મુલાયમ બનાવવામાં નાળીયેરનું તેલ ઘણું જ મદદરૂપ છે.
3. કોકોનટ ઓઈલ
નાળીયેરનાં તેલનો ફેશિયલ સ્ક્રબની જેમ ઉપયોગ કરી શકાય છે, જેનાથી ચહેરા પર નિખાર આવશે. નાળીયેરનાં તેલને ન્હાવાના પાણીમાં ભેળવીને ન્હાવાથી બોડીની ત્વચાનો ભેજ જળવાઈ રહેશે.
4. કોકોનટ ઓઈલ
નાળીયેર તેલનો ઉપયોગ તમે માત્ર એક ભેજ આપનાર ક્રીમની જેમ નહી પરંતુ લોશનની જેમ પણ ઉપયોગ કરી શકો છો.
5. કોકોનટ ઓઈલ
નાળીયેરનું તેલ તમારા હોઠને ખુબ જ આકર્ષિત બનાવી શકે છે. શિયાળાની સીઝનમાં સુકા હોઠોની દેખરેખ કરવા માટે નાળીયેરનું તેલ લગાવી શકો છો.