Rahul Gandhi ના આક્રમક પ્રહારના પગલે GST કાઉન્સીલે ૧૭૪ વસ્તુઓનો ટેક્સ ઘટાડયો


 

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત જીએસટી મુદ્દે કરેલા પ્રહાર અને તેમાં કરેલી રીફોર્મની આક્રમક માંગના પગલે GST કાઉન્સીલની બેઠકમાં શુક્રવારે ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. GST કાઉન્સીલે ૨૮ ટકા સ્લેબ આવેલી ૧૭૪ વસ્તુઓનો ટેક્સ ઘટાડયો છે. જીએસટીના દરોમાં બદલાવ કરીને સરકારે વેપારીઓ અને ગ્રાહક બંનેને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.નવા નિર્ણય મુજબ ૧૫૦થી પણ વધુ વસ્તુઓનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવી છે. એનો મતલબ એ છે કે માત્ર ૫૦ વસ્તુઓ જ હવે ૨૮ ટકાના સ્લેબમાં રહી છે. જેના લીધે ચોકલેટ, કપડા ધોવાનો સાબુ અને અનેક ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.

જાણકારોના મતે આ નિર્ણયની અસર ગુજરાત ચુંટણી પર પડી શકે તેમ છે. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૧૯ સુધી સાત રાજ્યોમાં થનારા ૭ રાજ્યોની ચુંટણી પર પડી શકે તેમ છે.

આ વસ્તુઓ થઈ સસ્તી
ચીંગમ
ચોકલેટ
ટાઈલ્સ
શેમ્પુ
સાબુ, ડીટરજન્ટ
ચામડાનો પ્રોડક્ટ
પોલીશ
સ્ટીલ સેનેટ્રીવિયર
પ્લાઈવુડ
રેજર
ટુથપેસ્ટ
હેર ઓઈલ
સીલીંગ ફેન
સસ્તા ધર બનાવવા માટેની પ્રોડક્ટ

વધી શકે છે કંપોઝીશન સ્કીમનો વિસ્તાર

જીએસટી પરિષદની બેઠકમાં કંપોઝીશન સ્કીમ વિસ્તાર થઈ શકે છે. કંપોઝીશન સ્કીમ જીએસટીનો દર એક કરવાનો પ્રસ્તાવ છે. જેના લીધે ખાસ કરીને નાન વેપારીઓને રાહત મળશે.કારણ કે જીએસટીથી નાના વેપારીઓ નારાજ હતા. નાના વેપારીઓ ભાજપની કમિટેડ વોટબેંક માનવામાં આવે છે. જેના થકી પાર્ટી નાના વેપારીઓની નારાજગી દુર કરવાની કોશિષ કરશે.

No votes yet.
Please wait...