Gujarat : કૉંગ્રેસ દ્વારા આજે ૮૨ ઉમેદવારની પસંદગી, પ્રથમ લિસ્ટ જાહેર થાય તેવી સંભાવના


 

અમદાવાદ: Gujarat વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે દિલ્હી ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યની ૧૮૨માંથી ૮૨ ઉમેદવારોના નામોને ફાઈનલ કરવામાં આવશે. ત્યાર બાદ પક્ષ દ્વારા પ્રથમ લિસ્ટને ફાઈનલ કરીને જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામને ફાઈનલ કરવા માટે આજે દિલ્હીમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કીગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યની બાકીની ૮૨ બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી કરીને તેમના નામને નક્કી કરવામાં આવશે. આ નામો નક્કી થયા પછી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના પ્રથમ લિસ્ટને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે.

પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની આ યાદીને કયારે જાહેર કરવામાં આવે અંગે પણ પ્રશ્નાર્થ છે. જો કે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા અગાઉ ૧૦૦ બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે. હવે બાકી રહેલી ૮૨ બેઠકો પર ઉમેદવારોના નામોને નક્કી કરવા માટે આજે દિલ્હી ખાતે પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં પક્ષના હોદ્દેદારોની બેઠકોનો દોર શરૂ થશે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ સ્ક્રિનિંગ કમિટી દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ સામાન્ય ચૂંટણી કમિટી દ્વારા બાકી રહેલી ૮૨ બેઠકો માટેના ઉમેદવારોને નક્કી કરીને તેની પેનલ બનાવી દીધી છે. આ ઉમેદવારોની પેનલમાં પસંદ કરાયેલા નામોની પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ સહિત તૈયાર કરાયેલા અહેવાલને સામાન્ય ચૂંટણી કમિટી આજે પક્ષની કમિટી વર્કીગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ અહેવાલ ઉપરથી ઉમેદવારને ફાઈનલ કરવામાં આવશે.

No votes yet.
Please wait...