Gujarat માં ભાજપના ઈશારે મતદારયાદીમાંથી નામ કમી થવાની ફરિયાદો, કોંગ્રેસની ચુંટણીપંચમાં રજુઆત


 

Gujarat માં મતદારયાદીમાંથી ભારતીય જનતા પક્ષના ઈશારે હજારો મતદાતાઓના નામ ડીલીટ થયા હોવાની પુરાવા સહિતની ફરિયાદ કોંગ્રેસે કરી છે. આ બાબતે તાત્કાલિક મતદારયાદી સુધારણા માટે નવી તારીખો જાહેર કરવામાં આવે અને ડીલીટ કરેલા એટલે કે કમી કરેલા મતદારોનું નામ ફરીથી દાખલ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ ગુજરાત કોંગેસના જનરલ સેક્રેટરી અને વડોદરા કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવતે કરી છે.

નરેન્દ્ર રાવતે જણાવ્યું છે કે હજારો મતદારોના નામ ગેરકાયદેસર રીતે અધિકારીઓ દ્વારા ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ કરી કોંગ્રેસ તરફી મતદારો કે તેમણે મતદાન ન કરે તેવા મતદારોના નામ ડીલીટ એટલે કે કમી કરવામાં આવ્યા છે. અમારા નીચેના પ્રશ્નોના જવાબ તાત્કાલિક આપવા વિનંતી છે.

૧) નામ કમી કરવા માટેઅરજી કરેલ નથી. તો પછી કમી કરવા પાછળના કારણો અને તેના પુરાવા આપો.
૨) જે નામો ડીલીટ કરવામાં આવે છે તેમને કમી કરવાનો સવાલ જ નથી કારણ કે ઘેર ઘેર જઈને સર્વે કરવામાં આવ્યો જ નથી તો નામ કમી કરાઈ શકાય નહી.

૩) શહેરમાં સ્માર્ટસિટી અને ગરીબોને મફતમાં મકાન આપવાના નામે લાખો લોકોને બેઘર બનાવવામાં આવ્યા છે. તેઓના આજની તારીખે એમના નામ એ જ સ્થળે જગ્યાએ છે. તેમના નામો કમી કરી શકાય તેમ નથી કારણકે ચૂંટણીપંચ પાસે એટલો સમય પણ નથી.એ મતદારોને રહેવા માટે ઘર મળ્યા નથી.

૪) જો આ પ્રકારે પ્રધાનમંત્રી આવાસ/મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ખાલી કરાયેલ ઝૂપડપટ્ટીઓ વસાહતોના નામ તે જગ્યાએ છે તો તેમના માટે ભવિષ્યમાં વોટીંગ માટેની સુવિધા કરવી અને તેમના નામની જાહેરાત સમાચારપત્રોમાં પણ આપવામાં આવવી જોઈએ.

૫) એટલેકે સ્પેસિફિક અરજી કરી કોઈએ નામમાં ફેરફાર કે અરજી કરી હોય તેની પણ ફરીથી તપાસ કરવા તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી છે.એ અરજીઓ કેટલી છે અને કોની છે તેની જાહેરાત અને તપાસ કમિટી નીમવા માંગણી.
૬) આપને ઉદાહરણ અને પુરાવા આપીએ છીએ પોતાના પિતાનું નામ અને સરનામું એકજ હોય સાથે રહેતા હોય તો પુત્ર અને માતાનું નામ કમી કોણ કરે? શા માટે? અને તેના પુરાવાઓ છે. જે ગંભીર બાબત છે.
૭) પુરાવા તરીકે રાજપુરોહિત દુષ્યંત ગણેશ ચૂંટણી કાર્ડ નં.:- YWP3056215, સી-૧૭, આશિયાના સોસા. આરાધના સોસા. પાસે, ન્યુ સમા રોડ. તા: વડોદરા, જી: વડોદરાનું નામ તથા તેમની માતા રાજપુરોહિત કમલાદેવી ગણેશસિગ કરદ નં.YWP2806313નું નામ જાણીબુઝીને કાઢી નાખવામાં આવ્યું છે. તેનો જવાબ ચૂંટણીપંચ આપે.

૮) તથા લિમ્બચીયા દિનેશકુમાર શંકરલાલ ચૂંટણી કાર્ડ નં.GJ/22/148/165806, ૨૮-૩૯૭, તિવારીચાલ, સંત જોસેફ સ્કુલ સામે છાણી રોડ, નવાયાર્ડ, વડોદરા-૩૯૦ ૦૦૨ નો દાખલો પણ મોઝુદ છે.

૯) આખું કુટુંબ એક જગ્યાએ રહેતું હોય અને પુત્ર અને પિતાના નામ હોય માતાનું નામ ડીલીટ કરવામાં આવે તેવું કેવી રીતે બની શકે તેના પુરાવાઓ છે.

૧૦) આવા અસંખ્ય ઉદાહરણ છે સરકાર દ્વારા મતદારયાદીમાં પોતાના નામની ચકાસણી કરવાની જાહેરાત કરીને જવાબદારીમાંથી છટકી જાય છે અને આ બહાના હેઠળ અધિકારો ભાજપાના નેતાઓ સાથે મળીને તેમના વિરોધી અને પસંદ ન કરતા મતદારોના નામો કેન્સલ કરી ચૂંટણી જીતવા માટેનું ષડયંત્ર કરે છે. જેનો આ પુરાવો છે.

૧૧) દરેક વિધાનસભા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓને તાત્કાલિક બદલવામાં આવે અને એકપણ મતદારના નામ કમી કરવા પાછળ છેડા કરવામાં આવ્યા હોય તેને તાત્કાલિક સસ્પેન્ડ અને તેના પર ભાજપના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરવા બદલ સત્તાનો/કાયદાનો ઉપયોગ કરી નુકશાન પહોચાડવા અને કાયદા પ્રમાણે ફોજદારી કેસ દાખલ કરવાની માંગણી કરું છું.

Rating: 5.0. From 1 vote.
Please wait...