ન ખાઈશ ,ના ખાવા દઈશની કહાની, શાહ-જાદા ,શોર્ય અને હવે વિજય રૂપાણી : Rahul Gandhi


 

Gujarat ના મુખ્યમંત્રી વિજય રૂપાણીને શેરમાર્કેટમાં ગેરરીતિ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેમને એચયુએફને શેરમાર્કેટની રેગ્યુલેટરી બોડી સેબીએ ગેરવહીવટ બદલ ૧૫ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. સેબીએ ભાજપના મુખ્યમંત્રીના એચયુએફને સાગર કેમિકલના શેરમાં કૃત્રિમ વોલ્યૂમ બનાવવાના ગુના હેઠળ દંડ ફટકાર્યો છે. જે અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi  એ જણાવ્યું હતું કે ન ખાઈશ ના ખાવા દઈશની કહાની, શાહ-જાદા,શોર્ય અને હવે વિજય રૂપાણી…

સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે ‘ જે એકમને નોટીસ આપવામાં આવી છે. તેમાં તેમણે રોકાણકારોને આકર્ષિત કરવા માટે એક બીજા સાથે મોટા પાયે શેરનો કારોબાર શરૂ કર્યો હતો.જયારે તેનાથી આકર્ષિત થઈને રોકાણકારોએ તેમાં નાંણા રોકયા તો તે સમૂહની કેટલીક કંપનીઓએ વધેલી કિંમતો પર શેર વેચવાના શરૂ કર્યા હતા. આ રીતે કારોબારનો વ્યવહાર સ્પષ્ટ રીતે અયોગ્ય દેખાયો હતો.

સેબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૂપાણીના એચયુએફના પેન નંબર તેમના ચુંટણી આયોગની વેબસાઈટના પેન નંબર સાથે મળતો આવતો હ્તો. ૨૭ ઓકટોબરના ૩૧ પાનામાં આદેશમાં મહાપ્રબંધક અને નિર્ણાયક અધિકારી રચના આનંદે કહ્યું કે ‘ નોટીસવાળા પાના પર નિયમ ભંગનો આદેશ સાબીત થઈ ચુક્યો છે અને આ ગંભીર ઉલ્લંધન છે.તેમજ તેમાં કલન ૧૫ એચ મુજબ દંડ વસુલ કરવો જોઈએ.

આ રહ્યો આખો ઘટનાક્રમ

  • ૩ જાન્યુઆરી ૨૦૧૧- ૮ જુન ૨૦૧૧ : સારંગ કેમિકલ્સના શેરોની સેબીએ તપાસ કરી
  • ૧૩ જુલાઈ, ૨૦૧૧ : બજાર નિયંત્રકે કાર્યવાહી શરૂ કરી
  • ૬ મે ૨૦૧૬ : સીએમ રૂપાણી સહિતના એચયુએફ સહિત તમામ ૨૨ સંસ્થાઓને કારણ દર્શક નોટીસ આપવામાં આવી, જેનો તેમણે જવાબ ના આપ્યો
  • ૨૭ ઓકટોબર ૨૦૧૭: સેબીએ ૨૨ સંસ્થાઓ પર ૬.૯ કરોડનો દંડ નક્કી કર્યો. જેમાં વિજય રૂપાણીના એચયુએફ પર ૧૫ લાખનો દંડ ફટકાર્યો
No votes yet.
Please wait...