Rajkot માં શ્રેણી જીતવાના ઈરાદે ઉતરશે ભારત


ભારતીય ટીમ આજે Rajkot માં ન્યુઝીલેન્ડ સામે રમાવનારી બીજી ટી-૨૦ મેચમાં પાંચ વર્ષમાં પોતાની ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. તેમ છતાં ન્યુઝીલેન્ડ સામે આ પડકારરૂપ હશે, કેમકે ક્રિકેટના આ પ્રારૂપમાં ન્યુઝીલેન્ડે ૬ મેચમાંથી ૫ માં જીત મેળવી છે, પરંતુ દિલ્હીમાં રમાયેલ પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને જોઇને લાગે છે કે, ભારતીય ટીમ કીવી ટીમને એક વધુ મજબુત પડકાર આપવા માટે તૈયાર છે.

દિલ્હીમાં રમાયેલ મેચમાં ભારતીય ઓપનર જોડી શિખર ધવન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે ૧૫૦ રનની ઉપરની ભાગીદારી કરી હતી, જેના આધારે ભારતીય ટીમ આ મેચ ૫૩ રનથી જીતવામાં સફળ રહી હતી. બંને બેટ્સમેનોએ ૮૦-૮૦ રનની ઇનિંગ રમી હતી. આ બને બેટ્સમેનોથી એક વાર ફરીથી એવી આશા રહેશે.

બોલરોની વાત કરીએ તો ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ બંનેએ પ્રથમ મેચમાં શાનદાર ઝડપથી બોલિંગ કરી છે, જયારે સ્પિનરોએ મધ્ય ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી.

ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેમના માટે નવી બોલ સંભાળનાર ટ્રેન્ટ બોલત અને ટીમ સાઉદીમાં અનુશાસનની ઉણપ જોવા મળી હતી. બંનેના યોર્કર પણ પ્રભાવી રહ્યા નહિ અને ડેથ ઓવરોમાં તે બુમરાહ અથવા ભુવનેશ્વર કુમારની જેમ પ્રદર્શન કરી શક્યા નહોતા. શ્રેણીની અંતિમ મેચ ૭ નવેમ્બરે તિરૂવનંતપુરમમાં રમાશે.

No votes yet.
Please wait...