
ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli ૫ નવેમ્બર ૨૯ વર્ષના થઈ જાશે. બર્થ ડે અગાઉ ગઈ રાત્રે તે રાજકોટમાં વર્તમાન ટી-૨૦ સીરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે સીરીઝમાં અપરાજિત લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં જોવા મળશે. અને મેચ સમાપ્ત થતા જ રાત્રે ૧૨ વાગે ડ્રેસિંગ રૂમ કેટ કટિંગ સેલિબ્રેશનથી કરવામાં આવશે.
સંજોગ માનવામાં આવશે કે ગયા વર્ષે પણ વિરાટ કોહલીએ રાજકોટમાં જ પોતાનો બર્થ ડે એન્જોય કર્યો હતો. ત્યારે તે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવા રાજકોટ પહોંચ્યા હતા. બંને ટીમની વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ ૯ નવેમ્બરથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડીયમમાં રમાઈ હતી. પરંતુ આ વર્ષે ટીમ ઇન્ડિયા અહી ટી-૨૦ મેચ રમવા પહોંચી છે.
ગયા વર્ષે વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની સાથે રાજકોટની હોટલમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ તક પર તેમની પ્રેમિકા અનુષ્કા શર્મા પણ તેમની સાથે હતી. વિરાટ કોહલીના ચાહકો આશા રાખી રહ્યા છે કે, આ વખતે પણ બર્થ ડે પર અનુષ્કા તેમની સાથે હશે. આમ તો સુત્રોનું માનીએ તો અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ પરીના શુટિંગમાં વ્યસ્ત છે. ગમે તે હોય, રાજકોટ મેચ જીતીને ટીમ ઇન્ડિયા પોતાના કેપ્ટનને ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટી-૨૦ સીરીઝ જીતની ગીફ્ટ આપવાથી ચુકશે નહી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આજે રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે રમાવનારી બીજી ટી-૨૦ મેચમાં પાંચ વર્ષમાં પોતાની ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. તેમ છતાં ન્યુઝીલેન્ડ સામે આ પડકારરૂપ હશે, કેમકે ક્રિકેટના આ પ્રારૂપમાં ન્યુઝીલેન્ડે ૬ મેચમાંથી ૫ માં જીત મેળવી છે, પરંતુ દિલ્હીમાં રમાયેલ પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને જોઇને લાગે છે કે, ભારતીય ટીમ કીવી ટીમને એક વધુ મજબુત પડકાર આપવા માટે તૈયાર છે.