Sardar Patel “અખંડ ભારતના શિલ્પી”


 

ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈની આજે જન્મજયંતી છે. Sardar Patel નો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ મુકામે સને ૧૮૭૫ના ઓકટોબરની ૩૧ મી તારીખે થયો હતો. જયારે તેમનું અવસાન તા. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મુંબઈ મુકામે થયું હતું. એમના માતા પિતા લાડબાઈ અને ઝવેરભાઈ પટેલ ખેડૂત કુટુંબના હતા. પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું. મેટ્રિક પરીક્ષા નડીયાદની માધ્યમિક શાળામાંથી પસાર કરી.

વલ્લભભાઈએ ડિસ્ટ્રીકટ પ્લીડરની પરીક્ષા પાસ કરી ગોધરામાં વકીલાત શરૂ કરી, ૧૮ વર્ષની ઉંમરે એમના ઝવેરબાઈ સાથે લગ્ન થયા. લગ્નજીવન દરમ્યાન મણીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા. બેરીસ્ટરીની છેલ્લી પરીક્ષા ઈંગ્લેન્ડમાં આપી ૫૦ પાઉન્ડનું રોકડ ઈનામ મેળવ્યું.

વલ્લલભાઈ ગાંધીજીને પહેલ વહેલા ૧૯૧૭માં મળ્યા. ગોધરામાં ગુજરાત રાજકીય પરીષદના મંત્રી નિમાયા અને અમદાવાદ મ્યુનિસિપાલીટીના સભ્ય અને પ્રમુખ બન્યા હતા.

રેલ રાહત, દુષ્કાળ રાહત, મરકી ઉપદ્રવ વખતે તેના નિવારણ માટે સફળ કામગીરી બજાવી ૧૯૧૮મા ખેડા સત્યાગ્રહનું સંચાલન કર્યુ. ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા.

૧૯૨૩માં બોરસદ સત્યાાગ્રહ થયો. ૧૯૨૮મા મોટા પાયા પર બારડોલી સત્યાાગ્રહ થયો. બારડોલી સત્યારગ્રહમાં અજેય સંકલ્પ બળ, દ્રઢતા, કુનેહ લોખંડી શિસ્તનો આગ્રહને કારણે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈની જીત થઈ અને પ્રજાને તેમને ‘સરદાર’ના ઈલ્કાબથી નવાજ્યા હતા. ૧૯૩૦મા દાંડીકૂચે દેશની પ્રજામા નવચેતના અને આત્મશ્રધ્ધા જગાડી.

સરકારી નિમકના ગોદામો પર સત્યાગ્રહ થયો. પરદેશી કાપડની દુકાને અને દારૂના પીઠા પર બહેનોએ પિકેટીંગ કર્યું. આ સત્યાોગ્રહની સફળતામાં સરદાર સાહેબનું મહત્વનું યોગદાન હતું.

૭ મી માર્ચ ૧૯૩૦મા તેમની જાહેરસભામાંથી ધરપકડ થઈ અને કારાવાસમાં ધકેલાયા. કરાંચી ખાતે ૪૬માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા.

સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ લેવા બદલ યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજર કેદ રહ્યા. ૧૯૪૦માં ફરીથી સાબરમતી જેલમાં ગયા. ૧૯૪૨મા ‘હિન્દ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ મહારાષ્ટ્રંના અહમદનગર કિલ્લામાં કેદી તરીકે મોકલાયા.

૧૯૪૬માં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ લીધો અને ભારત સ્વતંત્ર થતા ૧૯૪૭માં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષ પદે દેશી રાજ્યોની સમસ્યાના ઉકેલ માટે નવા રીયાસતી ખાતાની રચના થઈ.

સરદાર પટેલને પાંચસો સાઠ ઉપર દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડવાની સમસ્યા હલ કરવામાં આવી. એ એમના જીવનની સૌથી મહત્વની ઘડી હતી.

દેશી રાજ્યોનું કુનેહપૂર્વક અને દ્રઢતાથી ભારતીય સંઘ સાથે એકીકરણ કર્યુ. દેશી રજવાડાઓને સમજાવવા માટે તેમની ઉદાર દિલની રાજકીય દ્રષ્ટિની લોર્ડ માઉન્ટર બેટને પણ ખૂબ વખાણ કર્યા હતા.

સરદારના જીવનમાંથી આજની યુવા પેઢીને ઘણુ શીખવાનું છે. વિલિનીકરણના સમગ્ર કાર્યમાં તેમણે અખંડ ભારતના શિલ્પી તરીકે, નૂતન ભારતના નિર્માતા તરીકે જે અગત્યયની ભૂમિકા ભજવી હતી તે જોતા સમગ્ર ભારત હંમેશા તેમનું ઋણી છે.

ગાંધીજીએ કહ્યુ છે ‘વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયુ છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને એમનાથી મળ્યો છે’.

ગુજરાતની ધરતીના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સૌને તેમના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા, દ્રઢ મનોબળ કેળવીને રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવાના સંકલ્પની પુનઃ યાદ અપાવે છે

No votes yet.
Please wait...