દિવંગત Indira Gandhi “શ્રેષ્ઠ” વડાપ્રધાન


 

ભારતના દિવંગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી (Indira Gandhi)ની આજે પુણ્યતિથિ છે. ભારતના ચોથા અને દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી માટે તા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪નો દિવસ ગોઝારો નીવડયો હતો. ઓપરેશન બ્લૂસ્ટાર બાદ આક્રોષથી તમતમી રહેલા બે શીખ બોડીગાર્ડ સતવંત સિંઘ અને બિંઅત સિંઘે ઇન્દિરા ગાંધી પર તેમની સ્ટેનગનથી ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી હતી.

ઇન્દિરા ગાંઘીનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૧૭નાં દિવસે થયો હતો. તેમના પિતા જવાહર લાલ નેહરુ દેશને આઝાદી અપાવવાનાં આંદોલનમાં મોખરે હતા. નેહરુ પરિવાર ૧૯૧૯માં જ્યારે ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા ત્યાર પછી ઇન્દિરા ગાંધીએ તેમના પિતા પાસેથી રાજનિતીના પાઠ શિખ્યા હતા.

ઇન્દિરા ગાંધીએ ૧૧ વર્ષની ઉંમરે અંગ્રેજ શાસનનો વિરોધ કરવા માટે બાળકોની એક ફોજ બનાવી હતી. તેઓ ૧૯૩૮માં ઔપચારિક રીતે ઇન્ડિયન નેશનલ કોગ્રેસમાં જોડાયા હતાં અને ૧૯૪૭થી ૧૯૬૪ સુધી પિતા નેહરુ સાથે રહીને કામ કરવાની શરૂઆત પણ કરી હતી.

દેશભરમાં ઇન્દિરા ગાંધીની એક સારા વડાપ્રધાન તરીકેની છબી ખરડાઇ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં દેશમાં કટોકટિ જાહેર કરી હતી જેના પરિણામે દેશભરમાં તેમની એક સારા વડાપ્રધાન તરીકેની છબી ખરડાઇ હતી અને જેનું પરિણામ એ આવ્યું કે ૧૯૭૭માં થયેલી ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

તેમની સેવા અને દેશ પ્રત્યેનું કાર્ય જોતા ભારતીય પ્રજાએ ઇન્દિરા ગાંધીને ફરી એક વખત વડાપ્રધાન તરીકે પસંદગી કરવીમાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ એમની સુરક્ષાકર્મી સતવંત સિંહ અને બિંઅત સિંહએ ઇન્દિરા ગાંધીને ગોળીમારીને હતી તેમને હોસ્પિટલ લઇ જતાં હતાં ત્યારે રસ્તામાં તેમનું નિધન થયું હતું.

કરિશ્માઇ નેતા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ ક્યારેય આવી નબળી પડી નથી તેમ કહી શકાય. હવે તે નેતાવિહોણી દેખાય છે. તેને તારણહારની અત્યંત જરૂર છે, કેમ કે તાજેતરની ચૂંટણીઓમાં તેને હાર પર હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભાની બેઠકો એટલી ઓછી છે કે વિપક્ષના નેતા બની શકાય તેમ પણ નથી.

તેના શાસન હેઠળના રાજ્યો હાથમાંથી સરી રહ્યાં છે. હવે સ્થિતિ એવી છે કે તેની સત્તા માત્ર ચાર રાજ્યો સુધી જ સીમિત રહી છે. નિષ્ણાતો એવું કહે છે. કે અત્યંત જૂની પાર્ટીએ તેના અત્યંત દમદાર નેતા ઇન્દિરા ગાંધીની યુક્તિઓ પ્રયુક્તિઓ, કૌશલ્ય અને સામે આવનારા મુશ્કેલ રાજકીય પડકારોને પહોંચી વળવા માટે તેના સંચાલન અને આગેવાની સંભાળવાની સ્ટાઇલથી શીખવાની જરૂર છે.

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભાજપની આગેવાની હેઠળના એનડીએના ઉદયની શરૂઆત

૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતી હતી. જોકે એ પછી તે પોતાની રીતે લોકસભામાં બહુમતિ હાંસલ કરી શકી નથી. પરંતુ તેના માટે મુશ્કેલી એ થઇ કે રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ત્યારથી જ ભાજપની આગેવાની હેઠળના એનડીએના ઉદયની શરૂઆત થઇ ગઇ હતી અને તેને ગઠબંધનના રાજકારણના દબાણો સ્વીકારવા પડ્યા હતાં.

૧૯૯૮થી ઇન્દિરાના પૂત્રવધુ સોનિયા ગાંધીએ પક્ષનું સુકાન હાથમાં લીધું ૧૯૯૮થી ઇન્દિરાના પૂત્રવધુ અને રાજીવ ગાંધીના પત્ની સોનિયાએ પક્ષનું સુકાન હાથમાં લીધું હતું.

જોકે તે પછી કોંગ્રેસ ૨૦૦૪માં એનડીએને સત્તા પરથી હટાવવા સફળ રહ્યું હતું. એ પછી ૨૦૦૯માં પણ તેનું ગઠબંધન ચાલી ગયું હતું. પરંતુ ૨૦૧૪ની ચૂંટણીમાં તે માત્ર ૪૪ બેઠકો સુધી જ મર્યાદિત રહેતાં તેની સ્થિતિ બગડી છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે કોંગ્રેસની હાલની નેતાગીરીએ ઇન્દિરા ગાંધીના નિર્ણય લેવાની તાકાતથી શીખવું જોઇએ. તેઓ જોખમ લેવાથી ડરતા ન હતાં.

નેતાગીરીનો મતલબ એમ કે તમે જોખમો લેવા માટે તૈયાર રહો

એક જાણીતા વિશ્લેષક મૃદુલા મુખરજીનું કહેવું છે કે ‘નેતાગિરીનો મતલબ એમ કે તમે જોખમો લેવા માટે તૈયાર રહો. જ્યાં સુધી તમે બહાદુરીપૂર્વક કંઇ ન કરો ત્યાં સુધી તમે ચૂંટણી ન જીતી શકો. કોંગ્રેસને હવે અવશ્યપણે તેની જરૂર છે. રાજકીય નેતાગીરીનો મતલબ એમ નથી કે તમે રોજિંદી બાબતોને અનુસરતા રહો. પરંતુ અમુક નાટ્યાત્મક અને પ્રતીકાત્મક બાબતો પણ કરવાની જરૂર છે. તમને બહાદુરીભર્યા વિચારો અમલમાં મુકવા જોઇએ. તેઓ (ઇન્દિરા) રાખમાંથી બેઠા થયા હતા. તેઓ લોકોના મુદાઓ પકડીને ઊભા થયા હતાં.’

No votes yet.
Please wait...