Gujarat: હાર્દિક પટેલે કહ્યું, રાહુલ ગાંધીને નથી મળ્યો


જયારે મળીશ ત્યારે સમગ્ર હિન્દુસ્તાનને જણાવીશ

અમદાવાદ: Gujarat ની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં જોડાવવા અંગેના સસ્પેન્સ અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલે મૌન તોડ્યું છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તે રાહુલ ગાંધીને મળ્યા નથી, જયારે મળશે ત્યારે બધાને જણાવશે. પાસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું પણ છે કે, ‘જે લોકો મને કોંગ્રેસનો એજન્ટ કહે છે તે ખુદ ભાજપના એજન્ટ છે. મને કોઈ ફર્ક પડતો નથી કે ભાજપના લોકો શું બોલે છે.

પાસના નેતા હાર્દિકે સતત ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હું રાહુલ ગાંધીજીને નથી મળ્યો પરંતુ જયારે મળીશ ત્યારે સમગ્ર હિન્દુસ્તાનને જણાવીશ!! તેમના આગામી ગુજરાત (Gujarat) પ્રવાસ દરમિયાન અમે મળીશું!! ભારત માતાની જય.

પાસના નેતા હાર્દિકે લખ્યું છે કે પોતાના હૃદય ઉપર હાથ રાખે અને બોલે કે મેં કોઈ ગુનો નથી કર્યો તો પછી પાંચ સિતારા (ફાઈવસ્ટાર) હોટલના સીસીટીવી ફૂટેજ લીક કેવી રીતે થયા???

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીના અગાઉ કોંગ્રેસે ત્રણ યુવા નેતાઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાંની રજૂઆત કરી હતી, જો કે હાર્દિક પટેલનું કહેવું છે કે, તેની ચૂંટણી લડવાની કોઈ જ ઈચ્છા નથી.

સાથોસાથ પાસના નેતા હાર્દિકે અમદાવાદની એક હોટલમાં રાહુલ ગાંધીની સાથે મુલાકાતના સમાચારોને પણ ફગાવી દીધા હતા.

No votes yet.
Please wait...