Gujarat ની ચૂંટણીને લઈ કેન્દ્રીય કેબિનેટે ઘઉં અને દાળની MSP વધારી


કેબિનેટે ૮૩,૦૦૦ કિ.મી. Highway યોજનાને આપી મંજૂરી

નવી દિલ્હી: Gujarat ની ચૂંટણીને દિલ્હીમાં આજે મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘઉં અને દાળના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં ચણા અને મસૂર બંને દાળના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)માં ૨૦૦-૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ચણાનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૪૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મસૂરનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૪૧૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.

એક એવી પણ આશા વ્યક્ત થઈ રહી છે કે ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટે કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે. આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે અગાઉ આ બેઠક મોદી સરકારની માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

આ ઉપરાંત અત્યાર સુધી સૌથી હાઈવે નિર્માણની યોજનાને મંજૂરી પણ આ કેબિનેટ મિટિંગમાં મળી ગઈ છે. આશરે લગભગ ૮૩,૦૦૦ કિલોમીટર લાંબા હાઈવે નિર્માણ ઉપર સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે અને આ સમગ્ર પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવે છે.

આ બેઠક ઉપર દરેક રાજકીય દળોની નજર મંડાયેલી હતી. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ કેબિનેટની બેઠક પછી હવે જલ્દીથી જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

No votes yet.
Please wait...