Apple ને પછાડીને આ ચીની સ્માર્ટફોન બ્રાંડ બની નંબર ૧


1. હુવાવે બ્રાંડ બની નંબર ૧

ચીનમાં પોતાના મૂળને મજબૂત કરવામાં લાગેલી Apple ને મોટો જટકો લાગ્યો છે. એક સર્વેમાં ખુલાસો થયો છે કે, ચીનમાં સ્માર્ટફોન ખરીદનારોએ iPhone નાં બદલે ઘરેલું બ્રાંડ પર ભરોસો કરવામાં આવી રહ્યો છે. ખરીદનારનું કહેવું છે કે, તેમની પહેલી પસંદ Huawei છે.

2. હુવાવે બ્રાંડ બની નંબર ૧

એક સર્વે મુજબ, ૩૧.૪ ટકાથી વધારે ઉત્તરદાતાઓએ Huawei ને પોતાની પસંદની બ્રાંડ પસંદ કરી છે અને આ રીતે Huawei ગ્રાહકોની પહેલી પસંદ બની ગયો છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે, જે લોકો કહેતા હતા કે તેમનો આગામી સ્માર્ટફોન iPhone હશે, તેમની સંખ્યા સપ્ટેબર મહિનામાં ઘટીને ૨૪.૨ ટકા પર પહોંચી ગઈ છે. જોકે, 2016 માં iPhone ૭ નાં લોન્ચનાં સમયે ૨૫.૮ ટકા રહી હતી અને ૨૦૧૫ માં ૩૧.૪ ટકા રહી હતી.

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei એ જૂન-જુલાઈમાં પોતાના વધતા વેચાણથી પહેલી વખત વિશ્વ સ્તરે માત આપી છે. એક અન્ય રીપોર્ટ મુજબ, વિશ્વમાં દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ બાદ ચીનની વેચાણ કંપની બીજા સ્થાન પર છે.

3. હુવાવે બ્રાંડ બની નંબર ૧

Huawei, Oppo, Vivo અને Xiaomi એ સફળતાપૂર્વક લીડીંગ સપ્લાઈ ચેન પાર્ટનર્સમાં પોતાની પહોંચ બનાવી લીધી છે, તેના કારણે બેઝલ-લેસ, ફૂલ ડિસ્પ્લે, ઓગ્મેન્ટેડ રિયલિટી, ઇન-હોમ ચિપસેટ અને એડવાન્સ કેમેરા ફિચર્સ સાથે ડિઝાઈન લોન્ચ કરવાની અનુમતિ મળે છે.

4. હુવાવે બ્રાંડ બની નંબર ૧

કાઉન્ટરપોઈન્ટનાં એસોશિએટ ડાયરેક્ટર તરુણ પાઠક મુજબ, ચીની બ્રાંડની વૃદ્ધિ મહત્વપૂર્ણ પ્રવુત્તિ છે, જેને કોઈ પણ મોબાઈલ ઇકોસિસ્ટમનો મોટો ખેલાડી નજરઅંદાજ નહી કરી શકે. એફડી રીપોર્ટ મુજબ, એપલ ખરીદનાર દ્વારા સુપર-પ્રીમિયમ iPhone X માટે રાહ જોવાની અને iPhone ૮ ની નબળી માંગને આંશિક રીતે દોશી માનવામાં આવે છે.

5. હુવાવે બ્રાંડ બની નંબર ૧

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, એપલનાં નવા મોડલ- iPhone ૮ અને iPhone ૮ પ્લસ ચીનમાં લોન્ચ થયેલ ડિવાઈસની સરખામણીએ સારું પ્રદર્શન નથી કરી રહ્યા. ચીનમાં એપલની લોકપ્રિયતામાં ઘટાડો તેથી જ કરવામાં આવ્યો છે. કારણ કે, ખરીદનાર મોંઘા મોડલનાં બદલે મીડ રેંજ બજેટ સ્માર્ટફોનમાં વધારે રૂચી બતાવી રહ્યા છીએ.

No votes yet.
Please wait...