અન્ડર-૧૯ Asia Cup માટે ભારતીય ટીમનું એલાન


BCCI announces India U-19 team for U-19 Asia Cup

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પસંદગીકર્તા સમિતિએ અન્ડર-૧૯ Asia Cup માટે ટીમનું એલાન કરી દીધું છે. હિમાંશુ રાણાને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જયારે અભિષેક શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પેટીએમ દુલીપ ટ્રોફીમાં સારી બેટિંગ કરતા શાનદાર ૧૫૪ રનની ઇનિંગ રમનાર પુર્થ્વી શોને ટીમમાં જગ્યા મળી નથી. પસંદગીકર્તાઓએ જણાવ્યું છે કે, પુર્થ્વી શોને હજુ પેટીએમ રણજી ટ્રોફીમાં રમવાનું ચાલુ રાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અન્ડર-૧૯ એશિયા કપ ૯ થી ૨૦ નવેમ્બરની વચ્ચે મલેશિયામાં રમવા જવાનું છે. આ ટુર્નામેન્ટ ચોથી વખત આયોજિત કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ એશિયન ક્રિકેટ કાઉન્સિલ તરફથી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, પ્રથમ અન્ડર-૧૯ એશિયા કપની શરૂઆત વર્ષ ૨૦૧૨ માં થઈ હતી. પ્રથમ સત્રની બધી મેચ મલેશિયામાં જ રમાઈ હતી. જયારે બીજું સત્ર ૨૦૧૩-૧૪ માં યુનાઇટેડ અરબ અમીરાતમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ફાઈનલ મેચમાં ૪૦ રનથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. એશિયા કપ અન્ડર-૧૯ ના ત્રીજા એડીશનનું આયોજન ૨૦૧૬ માં શ્રીલંકાની યજમાનીમાં રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર રમત દેખાડ એક વાર ફાઈનલ મેચમાં યજમાન શ્રીલંકાને ૩૪ રનથી હરાવી ફરીથી ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં બંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાનની ટીમ ભાગ લેશે. ત્રણ સ્થાન પર મેચ રમાશે, જેમાં ઓવલ, બેયુમાસ ઓવલ અને રોયલ સેલેગોર ક્લબનું નામ સામેલ છે.

અન્ડર-૧૯ ટીમ આ પ્રકારે છે : હિમાંશુ રાણા (કેપ્ટન), અભિષેક શર્મા, અથર્વ તાએડ, મજોત કાલરા, સલમાન ખાન, અનુજ રાવત, હાર્વિક દેસાઈ, રિયાન પરાગ, અનુકુર રાય, શિવા સિંહ, તનુસ કોટિયન, દર્શન નકકંડે, વિવેકાનંદ તિવારી, આદિત્ય ઠાકરે અને મનદીપ સિંહ.

No votes yet.
Please wait...